Namma Yatri એપ: ડિજિટલ કોમર્સ માટે ભારત સરકારના ઓપન નેટવર્કે ઝીરો કમિશન રાઈડ ઓફર કરી છે. આ એક એવું સ્ટેપ છે જે રાઇડ-શેરિંગ કંપનીઓ, ઉબેર ટેક્નોલોજી ઇન્ક અને તેના હોમગ્રોન હરીફ OLAને અસર કરી શકે છે. Namma Yatri હવે બેંગ્લોર શહેર માટે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર ઉપલબ્ધ છે અને ડ્રાઇવર કે પેસેન્જર માટે કોઈ કમિશન વિના થ્રી-વ્હીલર ઓટો રિક્ષાની સવારી ઓફર કરે છે.
નવી સર્વિસનું અનાવરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે યુઝર્સ અને ડ્રાઇવરો કારની ઉપલબ્ધતા, અનટ્રસ્ટેબલ સર્વિસ અને બે કેબ-હેલિંગ પ્લેટફોર્મ્સ દ્વારા વસૂલવામાં આવતા હાઇ કમિશનથી સંતુષ્ટ નથી અથવા કહીએ તો ખૂબ સારો એક્સપિરિયન્સ નથી. ચાલો તમને જણાવીએ કે Namma Yatri અને ONDC શું છે અને આ અંગે સરકારની શું યોજના છે.
Namma Yatri એપ
એપમાં હાલમાં ઓટો રિક્ષાની સવારી માટે 45,000 ડ્રાઇવરો છે. સ્ટાર્ટઅપને ટેકો આપતા તે અન્ય શહેરોમાં વિકાસ કરવાનું આયોજન કરી રહ્યું છે અને કેબ્સ, બસો અને મેટ્રો રેલ સહિત પરિવહનના અનેક મોડ્સ ઓફર કરે છે. અહેવાલો અનુસાર, ONDCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થમ્પી કોશીએ એક મીડિયા આમંત્રણમાં જણાવ્યું હતું કે લગભગ અડધા મિલિયન યુઝર્સ પહેલાથી જ તેની સવારી માટે Namma Yatri એપ્લિકેશનનો ઉપયોગ કરી ચૂક્યા છે.
Paytm અને Phonpe સાથે ઇન્ટિગ્રેટ
નોન પ્રોફિટ ONDC 2021 માં સેટ કરવામાં આવી હતી. તેને સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા ટેકો મળે છે અને તેનો હેતુ વાણિજ્યનું લોકશાહીકરણ કરવાનો છે. મોબિલિટી એપ ઓપન સોર્સ છે તેથી રાઇડને PAYTM અને PHONEPE જેવા ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર્સ સહિત વિવિધ એપ્સ સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય છે.
પ્લેટફોર્મ પર 25,000થી વધુ ગ્રોસરી અને ફૂડ ડિલિવરી પાર્ટનર્સ
ગ્રોથના પ્રથમ તબક્કામાં ONDC એ Amazon.com Inc અને Walmart Inc હસ્તગત કરી. ફ્લિપકાર્ટની માલિકીની હરીફાઈમાં ઘણા શહેરોમાં કરિયાણા અને રેસ્ટોરન્ટની ડિલિવરી સક્ષમ કરી છે. તેના ફૂડ-ડિલિવરી પાર્ટનર્સ નવા છે અને સોફ્ટબેંક ગ્રૂપ કોર્પ-સમર્થિત સ્વિગી અને ટાઈગર ગ્લોબલ-બેક્ડ ઝોમેટો લિમિટેડનો મુકાબલો કરશે. કોશીના જણાવ્યા મુજબ, પ્લેટફોર્મ પર 25,000 થી વધુ કરિયાણા અને ફૂડ ડિલિવરી ભાગીદારો છે. ટૂંક સમયમાં આમાં ફાયનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર્સને ઉમેરવાનું શરૂ કરવામાં આવશે.