જુનાગઢ સહિત જિલ્લાભરમાં છેલ્લા એકાદ બે સપ્તાહથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ગઈકાલે જુનાગઢ શહેરમાં અડધાથી એક ઈંચ વરસાદ પડ્યા બાદ આજે વિસાવદર તાલુકાના પિયાવામાં બપોરે 12 થી 2 દરમિયાન આકાશમાં કાળા વાદળો ચડી આવ્યા હતા. બાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બે કલાક સુધી પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં તલ સહિતના પાકને નુકસાન થયું હતું જ્યારે પવનના કારણે કેરીઓ ખરી ગઈ હતી આ ઉપરાંત વિસાવદર ખાંભા મોણપરી પ્રેમપરા વિસ્તારમાં હળવા ઝાપટા વરસ થયા હતા મેંદરડા પંથકમાં પણ બપોરે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મુખ્ય માગી પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્ય સર્જાયા હતા. પવન સાથેના કમોસમી વરસાદના કારણે આંબાઓમાં કેરી તેમજ તલ સહિતના પાકને નુકસાન થયું હતું આગાહી હોવા છતાં મેંદરડા યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો ખેડૂતોની જણસી પલળી ગઈ હતી જેનાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. આ બાબતની જવાબદારી કોની એ અંગે અનેક સવાલો ઉઠ્યા હતા મેંદરડા તાલુકાના નાજાપુર માનપુર ખોડિયાર સહિતના ગામોમાં પણ એકાદ ઇંચ વરસાદ થતા કેરી લસણ જણા સહિતના પાકને નુકસાન થયું હતું

