Rakesh Jhunjhunwala wife Rekha Networth: ભારતના જાણીતા દિવંગત ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલા પછી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા તેમના પતિના વારસાને સંભાળી રહ્યા છે. દિવસ-રાત તેઓ તેમના પતિ પાસેથી મળેલી અપાર સંપત્તિને આગળ વધારવામાં લાગ્યા છે. આના પરિણામે, તેમનું નામ 2023 M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં 18 ઉદ્યોગો અને 99 શહેરોના 176 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે.
આ યાદીમાં રેખા ઝુનઝુનવાલા અને ફેમિલી 16 નવા સૌથી અમીર લોકોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. રેખા રાકેશ ઝુનઝુનવાલા ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક છે. તેઓ દર મહિને લગભગ 650 કરોડ રૂપિયા કમાય છે.
તેમની કુલ સંપત્તિ 47 હજાર 650 કરોડ રૂપિયા છે. તેમને તેમના સ્વર્ગસ્થ પતિ તરફથી વારસામાં મોટી સંપત્તિ મળી છે. રેખાના ટોચના શેરોમાં ટાઇટન, મેટ્રો બ્રાન્ડ્સ અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે.
રેખા ઝુનઝુનવાલા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે. રાકેશ ઝુનઝુનવાલા સામાન્ય રીતે બિગ બુલ તરીકે ઓળખાતા હતા. તેમની પાસે કંપનીમાં 3.85 ટકા શેર હતા જ્યારે રેખા પાસે 1.69 ટકા શેર હતા.
ઝુનઝુનવાલાનું અવસાન તેમની અકાસા એર એરલાઈન્સે કામગીરી શરૂ કર્યાના એક સપ્તાહ બાદ થઈ હતી. દંપતીને ત્રણ બાળકો છે: નિષ્ઠા, આર્યમાન અને આર્યવીર. તેમના લગ્ન 1987માં થયા હતા. તેમની પ્રથમ પુત્રીનો જન્મ 2004માં થયો હતો. તેમના જોડિયા પુત્રોનો જન્મ 2009માં થયો હતો.
પદ્મપુરસ્કારની યાદીમાં ઝુનઝુનવાલાનું નામ
શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) નું નામ આ વર્ષ માટે સરકાર તરફથી જાહેર પદ્મ પુરસ્કારની યાદીમાં આવ્યું છે. ઝુનઝુનવાલા માર્કેટમાં બિગબુલના નામથી પ્રખ્યાત હતા. ગયા વર્ષે 14 ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું.
રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 1985માં ફક્ત 5 હજાર રૂપિયાના સાથે શેર બજારમાં રોકાણની શરૂઆત કરી હતી. આ રકમ પણ તેમને દેવુ કરીને મેળવી હતી. પ્રથમ વખતમાં જ તેમને સફળતા મળી ગઈ હતી.