PM Kisan Samman Nidhi 14th Installment: કેન્દ્ર સરકાર (Central Government) એ તાજેતરમાં જ પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાના રૂપિયા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. જો તમે પણ પીએમ કિસાન યોજના (pm kisan yojana) નો લાભ લો છો તો તમારા માટે સારા સમાચાર છે. 13મા હપ્તા બાદ ટૂંક સમયમાં જ 14મા હપ્તાના રૂપિયા (pm kisan 14th installment date) પણ કરોડો ખેડૂતોના ખાતામાં આવવાના છે. સરકારે 14મા હપ્તાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે 14મા હપ્તાને લઈને ઘણી માહિતી આપી છે, જેનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.
16,000 કરોડ રૂપિયા જારી થયા હતા
આપને જણાવી દઈએ કે, સરકારે 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. આ હપ્તા હેઠળ 16 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે, જેનાથી દેશના 8 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે.
14મો હપ્તો મેળવવા માટે કરો આ કામ
હાલમાં, તમારે પીએમ કિસાનના 14મા હપ્તાની રાહ જોવી પડશે, પરંતુ જો તમે હજુ સુધી KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તેને તરત જ પૂર્ણ કરો. સરકારે જણાવ્યું છે કે, જે ખેડૂતોએ KYC નથી કર્યું તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. જો તમે સમયસર આ નહીં કરો તો 13મીની જેમ તમારો 14મો હપ્તો પણ અટકી શકે છે.
કેવી રીતે કરી શકો છો ઈ કેવાયસી
- પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાવ
- વેબસાઈટની જમણી બાજુ e-KYC ના ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમારો આધાર નંબર દાખલ કરો
- તેના પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો
- તેના પછી ‘Submit’ પર ક્લિક કરો
- હવે તમારું e-KYC પૂર્ણ થઈ જશે
પીએમ કિસાન સાથે સંબંધિત ફરિયાદો અહીં કરો
આપને જણાવી દઈએ કે જો તમારા ખાતામાં 13મા હપ્તાના રૂપિયા હજુ સુધી મળ્યા નથી, તો તમે હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 અથવા આ નંબર 011-23381092 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે ઈમેલ આઈડી [email protected] પર મેઈલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો.