2023 Hyundai Verna: દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ પોતાની નવી કાર નેક્સ્ટ જનરેશન વર્ના લોન્ચ કરી છે. મિડ-સાઇઝ સેડાન વર્નાનું નવું વર્ઝન રૂ. 10.89 લાખની શરૂઆત કિંમતે રજૂ કરવામાં આવ્યું છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 17.37 લાખ રૂપિયા સુધી જાય છે. નવી Verna લોકલ માર્કેટમાં Honda City, Skoda Slavia, Volkswagen Virtus અને Maruti Suzuki Ciaz જેવા વ્હીકલ સાથે કોમ્પિટિશન કરે છે. આ કારમાં કંપની 6 એરબેગ્સ, ABS અને EBD સ્ટાન્ડર્ડ સાથે 3 વર્ષની અનલિમિટેડ કિમી વોરંટી આપી રહી છે. કંપનીનો દાવો છે કે એક મહિનામાં વર્ના માટે 8000થી વધુ બુકિંગ મળ્યા છે.
આઉટર અને ઇન્ટરનલ
નવી Hyundai Verna 2,670 mmનો સેગમેન્ટ-લીડિંગ વ્હીલબેઝ અને 528 લિટરની સૌથી કેપેસિયસ બૂટ સ્પેસ ધરાવે છે. સેડાનમાં સ્પ્લિટ હેડલેમ્પ સેટ-અપ સાથે લાંબી અને શાર્પ બોડી લાઇન છે. નવી વર્ના 4 વેરિઅન્ટ અને 7 કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ હશે – સિલ્વર, રેડ, બ્લેક, ગ્રે, વ્હાઇટ અને બ્રાઉનના બે શેડ્સ.
નવી Hyundai Vernaની કેબિનમાં ડેશબોર્ડ પર સોફ્ટ-ટચ મટિરિયલ્સ સાથે ડ્યુઅલ-ટોન બેજ-બ્લેક ઈન્ટિરિયર્સ છે. તેમાં નવું 2-સ્પોક વ્હીલ સ્ટીયરિંગ પણ મળે છે. સેડાન ગરમ અને વેન્ટિલેટેડ આગળની બેઠકો (સેગમેન્ટમાં પ્રથમ) અને 64 કલર્સ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ સાથે આવે છે.
ફિચર્સ અને સિક્યોરિટી
ફીચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને વૉઇસ કમાન્ડ સાથે ડ્યુઅલ-સ્ક્રીન, 10.25-ઇંચ કલર TFT MID ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આમાં, અંગ્રેજી અને કોરિયન સિવાય, ટર્મ બાય ટર્ન નેવિગેશન સાથે 10 રિજનલ લેગ્વેજ ઓપ્શન્સ છે.
નવી Hyundai Verna 6 એરબેગ્સ, EBD સાથે ABS સહિત સ્ટાન્ડર્ડ તરીકે 30થી વધુ સિક્યોરિટી ફિચર્સ સાથે આવે છે. હોન્ડા સિટીને ટક્કર આપવા માટે, વર્ના હવે ADAS પણ ઓફર કરે છે. તેમાં ફોરવર્ડ કોલીઝન વોર્નિંગ, અવોઈડન્સ આસિસ્ટ, સ્ટોપ એન્ડ ગો વિથ સ્માર્ટ ક્રુઝ કંટ્રોલ અને બ્લાઈન્ડ સ્પોટ વોર્નિંગ જેવા ફિચર્સ પણ મળે છે.
એન્જિન અને માઇલેજ
નવી Hyundai Vernaમાં અગાઉના NA 1.5-લિટર એન્જિન સહિત 2 એન્જિન છે જે 115hp અને 143.8 Nmનો પાવર આપે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને IVT (ઈન્ટેલિજન્ટ વેરિયેબલ ટ્રાન્સમિશન IVT) સાથે આપવામાં આવે છે. Hyundai આ એન્જિન સાથે 18.6 kmpl (MT) અને 19.6 kmpl (IVT) ની માઇલેજનો દાવો કરે છે.
એક સ્પોર્ટિયર 1.5-લિટર ટર્બો GDi પેટ્રોલ એન્જિન પણ છે જે 160hp અને 253 Nm જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને પેડલ શિફ્ટર્સ સાથે 7-સ્પીડ DCT ઓપ્શન સાથે જોડાયેલું છે. આ એન્જિને 20 kmpl (MT) અને 20.6 kmpl (DCT)ની ફ્યુઅલ એફિશિયન્સીનો દાવો કર્યો છે.