રાજ્યના સર્વે જીલ્લા તિજોરી કચેરીઓના કર્મચારીઓને જાહેર રજાઓનો લાભ પણ નહીં મળે. તેમની 29 તારીખે આવતી મહાવીર જયંતિ અને 30મી ના ગુડ ફ્રાઈડેની જાહેર રજાઓ કેન્સલ કરવામાં આવી. સર્વે જીલ્લા તિજોરી અને પેટા તિજોરી ઓફીસોમાં કામકાજ ચાલુ રાખવા સરકારે આદેશ કર્યો છે. નાણાંકીય વર્ષ પુરૂં થવાનો સમય હોવાના કારણે બીલોની ચકાસણી, ચુકવણી વગેરે જેવા કામો સમયસર થાય તે માટે સરકારે હુકમ કર્યો.
ઉલ્લેખનીય છે કે, 29-30 એ ગુરૂવાર, શુક્રવાર બાદ શનિવારની રજા લીધે થી રવિવાર સાથે સળંગ ચાર રજાઓનું મિની વેકેશન કર્મચારીઓને મળવા પ્રાપ્ત હતું. જે આયોજનથી ઉપરની કચેરીઓના કર્મચારીઓ વંચિત રહેશે. જેને લઈને રાજ્યના પેન્શન અને તિજોરી ખાતાના નાણાં વિભાગે પરીપત્ર કર્યો.