સમગ્ર દેશની રેલવેમાં કામ કરતા કર્મચારીઓ માટે પેન્શનની નવી સ્કીમ લાગુ પડી ગઇ છે. 1 જાન્યૂઆરી 2004 માં નિમાયેલા કર્મચારીઓને નવી પેન્શન સ્કીમમાં આવરી લેવાયા છે. જેની સામે સમગ્ર દેશના રેલ કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. જેને લઇ ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશન તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન દ્વારા દિલ્હી ખાતે સાંસદ માર્ચનું આયોજન કરાયું હતુ. આ સાંસદ માર્ચ થકી થયેલા વિરોધ પ્રદર્શનમાં વલસાડના કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા હતા.
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી, ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કનાડે, વર્કિંગ ડિવિઝનલ ચેરમેન ડી. વાય. મહાલે, આસિસ્ટન્ટ ડિવિઝનલ સેક્રેટરી રાજને , વલસાડ બ્રાન્ચ ના કાર્યકર્તા નયન બલસારા દિલ્હી પહોંચી હમ મુંબઈ સે આયે હે પુરી તાકાત લાયે હે, જો ના મીલી મજદૂર કી માંગ રેલ કા ચક્કા હોગા જામ ના નારા સાથે સંસદ માર્ચ ગજવી હતી. તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શનમાં ન્યુ પેન્શન સ્કીમ હટાવો ના નારા થી રેલ કર્મવારીઓને નવું જોમ આપ્યું હતું. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન ના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રા તથા ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન ના ખજાનચી, વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન જનરલ સેક્રેટરી જે.આર. ભોંસલે ની આગેવાની માં આ વિરોધ પ્રદર્શન થયું હતુ.