ગાંધીનગર ધો.10 અને 12 બોર્ડની પરિક્ષાઓ હાલ ચાલી રહી છે.. ત્યારે હવે ધો. 12 વિજ્ઞાન પ્રવાહ બાદ વિદ્યાર્થીઓ માટે ઇજનેરી ડીગ્રી-ડીપ્લોમાં તેમજ અન્ય પ્રોફેશનલ કોર્ષ માટે એન્ટ્રન્સ ટેસ્ટ ગુજ-કેટ માટેના ફોર્મ ભરવા માટેની તારીખ રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કરી છે.
23મી એપ્રિલથી ગુજ-કેટના ફોર્મ રાજ્યના વિદ્યાર્થીઓ ઓન-લાઇન ભરી શકશે.. ઉપરાંત શિક્ષણ વિભાગે 46 જગ્યાઓ પર પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીએ ગુજ-કેટ માટે 300 રૂપિયાનો ડીમાન્ડ ડ્રાફ સાથે આ ફોર્મ ભરવાનુ રહેશે.
ગુજરાતમાં કોઇ પણ પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી જરૂરી છે.. 23મી એપ્રિલથી 4 મે સુધી વિદ્યાર્થીઓ ગુજ-કેટની પરિક્ષાના ફોર્મ ભરી શકશે.