ટેક્નોલોજીના આ યુગમાં માણસ આજે મશીનોનો ગુલામ થઇ ગયો છે. આજે માણસનું જીવન ટેક્નોલોજીકલ ચીજો પર આધારિત થઇ ગયુ છે. જો આજે માણસ ફોન દ્વારા સ્માર્ટ બન્યો છે, તો તે જ ફોન તે ખુલેઆમ અનેક બિમારીઓને આમંત્રણ પણ આપી રહ્યો છે. આજકાલ લોકો દરેક પળે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘરે ઘરે અને ઓફિસમાં WiFiનું ચલણ વધ્યું છે.
WiFi સાથે લોકો અનેક વસ્તુઓને એકસાથે જોડે છે, સામાન્ય રીતે લોકો WiFi સાથે પોતાના ફોનને જોડીને પચાસ કામ એકસાથે કરે છે. પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો નથી જાણતા કે તેઓ ચારેયતરફથી પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. બ્રિટીશ હેલ્થ એજન્સીના જણાવ્યા મુજબ WiFi એક સાઇલન્ટ કીલરની જેમ કામ કરે છે. જે માત્ર માણસો માટે જ નહિં પણ વનસ્પતિઓ માટે પણ નુકસાનકારક છે .