નવી દિલ્હી: સરકારે મુસ્લિમ ધર્મપ્રચારક ઝાકિર નાઈક વિરુદ્ધ ગાિળયો મજબૂત રીતે કસવાની શરૂઆત કરી દીધી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઝાકિર નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) વિરુદ્ધ નોંધાયેલા એક કેસમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ દ્વારા આતંકવાદી વિરોધી કાયદા હેઠળ નોંધવામાં આવેલી એક એફઆઈઆરમાં નાઈક, આઈઆરએફ અને અન્યનાં નામ સામેલ કર્યાં છે.
એનઆઈએના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયાનો આ એક ભાગ છે. ઝાકિર નાઈક અને તેમના સંગઠન આઈઆરએફ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ માટે ઝાકિર નાઈકને પણ બોલાવવામાં આવી શકે છે. તેઓ હજુ ભારતની બહાર છે.
ઝાકિર નાઈક પર આતંકવાદી ઓસામા બિન લાદેનના ગુણગાન ગાવાનો આક્ષેપ છે અને ઝાિકર નાઈકે એવું પણ જણાવ્યું હતું કે તમામ મુસ્લિમોએ આતંકવાદી બનવું જોઈએ. સરકારે થોડા દિવસ પહેલાં ઝાકિર નાઈકની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. ઝાકિર નાઈકની આ સંસ્થા પર ગેરકાયદે પ્રવૃત્તિમાં ભાગ લેવાનો આરોપ છે. આ અગાઉ ઝાિકર નાઈકના એનજીઓ પર વિદેશમાંથી ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
થોડા સમય પૂર્વે બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીએ ઝાકિર નાઈક નાઈકનાં ભાષણોને ટાંક્યા હતા ત્યારે ઝાિકર નાઈક અને તેમની સંસ્થા આઈઆરએફ વિવાદમાં ઘેરાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલય આતંક વિરોધી કાયદા હેઠળ ઝાકિર નાઈકની આ સંસ્થા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. આ અંગે કેબિનેટની બેઠક માટે ગૃહ મંત્રાલયે એક મુસદ્દો પણ તૈયાર કર્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝાકિર નાઈકના એનજીઓને પ્રતિબંધિત કરતાં પહેલાં તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ સંસ્થા વિરુદ્ધ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.