નવી દિલ્હી: કેન્દ્ર સરકારની યોજના ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ૧૭ નવેમ્બરથી બંધ કરવાની હતી, પરંતુ ૨૦૦૦ રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ૮ નવેમ્બરે જ જાહેરાત કરવી પડી. અારબીઅાઈ તરફથી બેન્કોને અપાયેલો લેટર અા બાબતનો ઇશારો કરે છે.
અારબીઅાઈઅે બેન્કોને એટીએમમાં ૧૦૦ રૂપિયા નોટોની કેસેટ વધારવાના અોર્ડર અાપ્યા હતા. અા માટે ૫ મે અને ૨ નવેમ્બરના રોજ લેટર જારી કર્યો હતો તે મુજબ બેન્કોનાં કુલ એટીએમમાં ૧૦ ટકા એટલે કે ૨૦ હજાર મશીનોમાં માત્ર ૧૦૦-૧૦૦ રૂપિયાની નોટ નીકળે તેવી વ્યવસ્થા કરવાની હતી.
બેન્કોને ૧૫ દિવસનો સમય અાપતાં અા વ્યવસ્થા ૧૭ નવેમ્બર સુધી પૂરી કરવાની વાત કરાઈ હતી. જો અા વસ્તુ બની શકી હોત તો એકાએક રોકડની સમસ્યા ન સર્જાત, પરંતુ અા વ્યવસ્થા પૂરી થાય તે પહેલાં જ ૨૦૦૦ની નોટનો ફોટો વાઇરલ થઈ ગયો. કાળું નાણું રાખનારા લોકો ચેતી ન જાય તે માટે સરકારે નક્કી તારીખ પહેલાં જ ૧૦૦૦ અને ૫૦૦ની નોટો બંધ કરી દીધી. અારબીઅાઈઅે પોતાની અા સમગ્ર કવાયતને અોપરેશન ‘ક્લીન નોટ પોિલસી’ નામ અાપ્યું હતું.