રાજકોટમાં આજે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજકોટ જીલ્લામાં હાલ પાણીની સ્થિતિ કેવી છે અને આવનારા દિવસો માટે શું આયોજન છે તેની વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી. જેમાં અત્યારની સ્થિતિ મુજબ કોઈ ગામડાઓમાં પાણીની સમસ્યાની ફરિયાદ નથી.
આવી પરંતુ તંત્રના સર્વે મુજબ અમુક ગામડાઓમાં ૧૫ માર્ચ બાદ પાણીની સમસ્યા સર્જાઈ તેવી સંભાવના જોવામાં આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને ટેન્કરોના ભાવો મંજુર કરી દેવામાં આવ્યા છે અમે અમુક ગામોમાં નાની મોટી યોજનાઓ માટેની મંજુરી માટે પણ આજે પ્રભારી સચિવને રજુવાત કરવામાં આવી છે. ૧૫ માર્ચ બાદ જીલ્લાના અમુક ગામોમાં જે પાણીની સ્થિતિ બગડવાની સંભાવના જોવામાં આવી રહી છે જેને પહોચી વળવા તંત્ર દ્વારા ૧૧ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગામડાઓમાં પાણી પહોચાડવા ૫૯૯ જેટલા ટેન્કરો દોડાવવામાં આવશે તો સાથેજ અમુક ગામોમાં નાના બોર, અને કુવાઓ પણ બનાવવામાં આવશે.
જે રીતે રાજકોટ જીલ્લામાં હાલ પાણીની સ્થિતિ છે તેને જોતા આવનારા દિવસોમાં નર્મદાના નીર પણ આધાર રાખવો પડે તેવી શક્યતા છે તો બીજી તરફ તંત્ર પણ કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે ખરેખર રાજકોટના ગામડાઓમાં પાણીની સ્થિતિ વિકટ ના બને અને આ સ્થિતિને તંત્ર પહોચી વાલે તેવી આશા ગ્રામલોકો પણ રાખી રહ્યા છે.