મોદી સરકારે ભ્રષ્ટાચાર અને કાળા બજારને કાબુમાં લેવા કાળું નાણું દબાવી બેઠેલા લોકોને ખુલ્લા પાડવા હાથ ધરેલા રૂ.૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટ બદલવાના હાથ ધરેલા અભ્યાન વચ્ચે જે લોકો હાઇવે ઉપર જમીન અને મોંઘા મકાનો ખરીદનારા લોકો ઉપર આવકવેરા વિભાગે વોચ ગોઠવી દીધી છે. અને આવા રાતોરાત ડીલ કરવાવાળા તત્વો ઉપર બાજ નજર રાખવામાં આવતા કાળું નાણું ધરાવતા સબંધિતો ભારે મૂંઝવણમાં મૂકી ગયા છે.
કાળાનાણાની રકમથી સોના-ચાંદી અને જમીન તેમજ મકાનમાં રોકાણ કરનારા લોકો ૮મી નવેમ્બર બાદ કોણ-કોણ છે તેની સામે તપાસ કરવામાં આવે તેવું સુત્રો જણાવી રહ્યા છે.