ગાંધીનગર, રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતતી બે-ફામ ફી ના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વાલીઓ લડત ચલાવી રહ્યા છે.. જેના ભાગ રૂપે આવતી 9મી માર્ચના રોજ વાલી મંડળ દ્વારા ગુજરાતત બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ.
બંધના એલાન મુદ્દે અગાઉ રાજ્યપાલને પણ આવેદન આપવામાં આવ્યુ હતુ.જો કે આજે વાલી મંડળની મળેલી બેઠકમાં ગુજરાત બંધના એલાનને હાલ મોકુફ રાખવામાં આવ્યુ છે.. તારીખ 12મી માર્ચથી રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થતી હોઇ, વાલી મંડળ દ્વારા ગુજરાત બંધનુ એલાન હાલ મોકુફ રાખવામાં આવ્યુ છે.આ અંગે વાલી મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખીતમાં જાણ કરવામાં આવી છે.