ઓસ્ટ્રેલિયાએ કુશળ વિદેશી કામગારો માટે ‘૪૫૭ વીઝા’ કાર્યક્રમમાં પરિવર્તનની જાહેરાત કરી છે જેનાથી પોતાના સત્તાવાર નિયોજનની મુદત બાદ બીજી નોકરી શોધવાની તેમની ક્ષમતા મર્યાદિત થઇ જશે અને તેનાથી અહીં કામ કરનારા ભારતીયો પર પ્રતિકૂળ અસર થશે. આ પરિવર્તન બાદ ‘૪૫૭ વીઝા’ વાળા વિદેશી કામદારો હવે પોતાના વીઝા પૂુરા થયા બાદ ઓસ્ટ્રેલિયામાં ૯૦ના બદલે ૬૦ દિવસ જ રહી શકશે.
ઇમિગ્રેશન મંત્રી પીટર ડુટ્ટએ કહ્યું કે, ૧૯ નવેમ્બરથી પેટાવર્ગ ૪૫૭ વીઝા ધારકો પોતાની મુદત પુરી થયા બાદ જે સમયકાળ માટે રહી શકે છે તેને ૯૦ દિવસથી ઘટાડી ૬૦ દિવસ કરી દેવાયો છે. ડુટ્ટએ કહ્યું કે, સરકારે સુનિશ્ચિત કરવા માટે વચનબદ્ઘ છે કે ઓસ્ટ્રેલિયાના કામદારોને પ્રાધાન્ય મળે અને અસ્થાયી વીઝા ધારકોના શોષણની ક્ષમતામાં ઘટાડો થાય.
તેમણે કહ્યું કે, આ પરિવર્તન એ ઓસ્ટરેલિયનોને વિદેશી કામદારો વતી મળતી સ્પર્ધા ઘટાડવા માટે છે જેઓ કામની શોધ સક્રિયતાપૂર્વક કરી રહ્યાં છે. દરમ્યાન એબીસી ઓનલાઇને જણાવ્યું કે ૪૫૭ વીઝા વિદેશી કામદારોને ચાર વર્ષ માટે પ્રદાન કરવામાં આવે છે અને આ વીઝા એ કાર્યો માટે છે જે માટે ઓસ્ટ્રેલિયન કામદારોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગત નાણાકીય વર્ષમાં સૌથી વધારે વીઝા રસોઇયાઓને આપવામાં આવ્યા હતાં. આ શ્રેણીમાં સૌથી વધારે ૨૬.૮ ટકા ભારતીયો છે. ત્યારબાદ બ્રિટન ૧૫ ટકા અને ચીન ૬.૬ ટકા સાથે બીજા અને ત્રીજા નંબરે છે.