રાજકોટ જિલ્લાના ૮૩ ગામોમાં પાણીના ૬૦૦ ટેન્કરો દોડાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ઉપરાંત તળાવો ઉંડા-મોટા કરવાની ખાસ યોજના કુલ ૧૧ કરો ડના ખર્ચે ગોંડલમાં ૧ર કિ.મી.ની પાઇપ લાઇન,ત્રણ તળાવો ઉંડા-મોટા કરવાની યોજના જેતપુર-વિંછીયા- પડધરી તાલુકા ક્ષેત્રમાં યોજનાઓ ખાસ આવરી લેવાશે.
રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા જીલ્લાની પાણી અંગેની યોજનાઓ બાબતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટરે આગામી દિવસોમાં જીલ્લાના કુલ ૮૩ ગામોમાં પાણીના ૬૦૦ ફેરા ટેન્કર દોડાવવાનું હાથ ઉપર લેવાયું છે. આ ઉપરાંત ત્રણ મોટી યોજના પણ પાણી અંગે હાથ ધરાઇ છે, જેમાં ગોંડલી નદીથી ૧ર કી.મી.ની પાઇપ લાઇન ગોંડલ પાલીકા સુધી નખાશે. જયારે જેતપુરમાં ૧૮ ગામે માટે થાણા ગાલોલ તળાવમાંથી પાણી લાવવા અંગે ખાસ ટેન્ડર બહાર પડાશે.આ તળાવ મોટુ-ઉંડુ કરવાની યોજના છે
૧૧ કરોડથી વધુની ત્રણ મોટી યોજનામાં ૩ થી ૪ તળાવો ઉંડા ઉતારી-મોટા કરી છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવા અંગે કાર્યવાહી હાથ ધરાઇ છે, જેથી કરીને પાણીનો સંગ્રહ વધે તે પણ ફાયદો થશે. હવે સિંચાઇની પેટર્ન બદલાઇ છે, હાલ નવા ડેમો નહી બને, પરંતુ તળાવો ઉંડા-ઉતારી, મોટા બનાવી પાણીનો સંગ્રહ વધે અને વધુને વધુ ગામોને પાણી માટે આવરી લેવાય તે અંગે સરકાર દ્વારા સુચનાઓ આવી છે.
રાજકોટ જિલ્લાના ૮૩ ગામોમાં પાણીના ૬૦૦ ટેન્કરો દોડાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ઉપરાંત તળાવો ઉંડા-મોટા કરવાની ખાસ યોજના કુલ ૧૧ કરો ડના ખર્ચે ગોંડલમાં ૧ર કિ.મી.ની પાઇપ લાઇન,ત્રણ તળાવો ઉંડા-મોટા કરવાની યોજના જેતપુર-વિંછીયા- પડધરી તાલુકા ક્ષેત્રમાં યોજનાઓ ખાસ આવરી લેવાશે.
રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા જીલ્લાની પાણી અંગેની યોજનાઓ બાબતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટરે આગામી દિવસોમાં જીલ્લાના કુલ ૮૩ ગામોમાં પાણીના ૬૦૦ ફેરા ટેન્કર દોડાવવાનું હાથ ઉપર લેવાયું છે. આ ઉપરાંત ત્રણ મોટી યોજના પણ પાણી અંગે હાથ ધરાઇ છે, જેમાં ગોંડલી નદીથી ૧ર કી.મી.ની પાઇપ લાઇન ગોંડલ પાલીકા સુધી નખાશે. જયારે જેતપુરમાં ૧૮ ગામે માટે થાણા ગાલોલ તળાવમાંથી પાણી લાવવા અંગે ખાસ ટેન્ડર બહાર પડાશે.આ તળાવ મોટુ-ઉંડુ કરવાની યોજના છે.