ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીન જહાંએ તેના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીન શોર્ટ્સ શેર કર્યા છે. તેના આધાર પર તેણે દાવો કર્યો છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે.
હસીન જહાંના જણાવ્યા પ્રમાણે તેની પાસે તેના પતિ વિરુદ્ધ ઘણાં પુરાવા છે. જેનાથી શમીની એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની વાત સાબીત પણ થઈ શકે છે. હસીનનો આરોપ છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ છે. તે ઉપરાંત સાઉથ આફ્રિકાથી પરત આવ્યા પછી શમીએ તેની સાથે માર ઝૂડ પણ કરી હતી. નોંધનીય છે કે, શમી હાલ ધર્મશાલામાં દેવધર ટ્રોફી રમી રહ્યો છે.
હસીન જહાંએ તેના ફેસબુક એકાઉન્ટ પરથી શમી વિરુદ્ધ પુરાવામાં શમીના મોબાઈલથી છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટનો સ્ક્રીન શોટ્સ છે, જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. તે સાથે જ શમીની ગર્લફ્રેન્ડ ગણાવીને અમુક વિદેશી મહિલાઓના ફોટો પણ શેર કરવામાં આવ્યા છે. આ બધી જ પોસ્ટ છેલ્લા બે દિવસમાં કરવામાં આવી છે.