નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં સવારે 4.28 વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ગુડગાવ, રેવાડી સહિત હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે કોઇ નુકશાનના સમાચાર સામે આવ્યાં નથી. રિપોર્ટ પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના બાવળાથી લગભગ 13 કિલોમીટર દૂર હતું. જેની તીવ્રતા 4.4 હતી. ટવિટર પર દિલ્હીના લોકોએ ભૂકંપનો અનુભવ લખ્યો હતો. કેટલાક લોકોએ લખ્યું છે કે તેમણે તીવ્રતા વાળા આંચકા અનુભવ્યાં છે.
ભૂગર્ભશાસ્ત્રીઓ પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ફોલ્ટ લાઇન પસાર થાય છે. તે જે રીતે ફોલ્ટ છે. તેમાં રિક્ટર સ્કેલ પર 6ની આસપાસની તીવ્રતા વાળા આંચકા પૈદા કરવાની ક્ષમતા છે. એટલે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વધારે રિક્ટર સ્કેલ પર ભૂકંપનું કેન્દ્ર હોઇ શકે છે. જેથી દિલ્હીને સ્થાનિક સ્તર પર આવનાર ભૂકંપથી કોઇ જ ખતરો નથી. જેટલો હિમાચલમાં ભૂકંપનો ખતરો છે.