ભારત દેશના મધ્યપ્રદેશ ભીંડી જિલ્લામાં એક સમયનો ચંબલ ઘાટીના કુખ્યાત ડાકુ જેમણે 556 ડાકુઓ ને સાથે રાખી એકલા હાથે 100કો ના કતલ કર્યા, 556 ડાકુઓ ના લીડર બન્યા, જેમના એક ચક્રીય શાસન થી મધ્યપ્રદેશ અને આખા ભારતમાં દેહસ્ત મચી ગઇ અને સરકાર ની ઊંઘ હરામ કરી નાખનાર અને ભારત સરકાર દ્વારા આ ડાકુ ને પકડવા 2કરોડ રૂપિયાની ઈનામી રાશિ જાહેર કરી એવા ડાકુ પંચમસિંગ આજરોજ વલસાડ ની પ્રજાપતિ બ્રહ્મકુમારી ના સાધના કેન્દ્ર ની મુલાકાતે આવ્યા હતા.
ડાકુ પંચમસિંગ તેમના દકેતિ રાજ થી પહેલાથી તેઓ મહિલા ના સન્માન અને તેમના હક માટે લડતા આવ્યા છે, જેઓ ડાકુ બનવા પાછળ 14 વર્ષની ઉંમર માં તેમના પરિવાર ની થયેલ હત્યા અને ગુનેગારો નો બદલો લેવા તેવો ડાકુ બન્યા અને પછી તેઓ એક પછી એક હત્યા-લૂંટ-ડકેતી કરતા ગયા, જે સમયે સરેન્ડર કરવા જય પ્રકાશ નારાયણ તેમને માનવતા ના માર્ગ અપનાવવા અને જેતે સમય ના મુખ્યમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા પણ તમામ ડાકુઓ ને સરેન્ડર કરી માનવતા ના માર્ગ અપનાવે અને તેમની સજા ઓછી કરાવી આપવાની બાહેંધરી આપી હતી ત્યારે ડાકુ પંચમસીંગ 556 ડાકુઓને સાથે રાખી સરેન્ડર કર્યું અને જેલ માં સજા કાપતા રહ્યા જ્યાં ડાકુ પંચમસિંગ ને ફાંસી ની સજા મળી હતી પરંતુ જેતે સરકાર એ ડાકુનું જીવન ગુજારનાર પંચમસિંગ ને મુગાવલી જેલ માં બ્રહ્મકુમારી ની બહેનો કેદી ઓ અને ડાકુઓ ની સેવા માટે ગઈ હતી. જે સમય જતાં ડાકુ પંચમસિંગ ના જેલ માં સારું વર્તન ના લીધે તેમને માત્ર આઠ વર્ષ ની જ સજા થઈ અને ફાંસી ની સજા રદ થતા જેલ ની સજા કાપ્યા બાદ આ ડાકુ પંચમસિંગ બ્રહ્મકુમારી પંચમસિંગ બની ગયા, અને આજે તેઓ ભારતના 500જેટલા જેલો ના કેદી ઓ ની સેવા-તેમને પ્રવચન, -સર્વના સહયોગ થી સુખમય સંસાર બનાવે પ્રજાપતિ બ્રહ્મકુમારી ના આદેશ બતાવી સમાજ સેવાના માર્ગ પર ઉતરી પડ્યા હતા, આજ સુધી તેમને 1લાખ જેટલી સ્કૂલો માં પ્રવચનો કર્યા,બેલાખ જેટલા ગામડા માં શિક્ષણ પોહચાડ્યું, હવે તેઓ પોતાની 96વર્ષ ની ઉંમરે સમાજ ને જીવન નિરોગી બનાવવાની કળા શીખવી રહ્યા છે, જેઓ આગામી બે દિવસ સુધી વલસાડ ના પ્રજાપતિ બ્રહ્મકુમારી સાધના કેન્દ્ર ખાતેની મુલાકાત પર છે,જેમના પ્રવચન નો લાભ લેવા વલસાડ ની જનતા ને બ્રહ્મકુમારી દ્વારા પધારવા જણાવ્યું હતું.