ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપે શાનદાર વિજય હાંસલ કરતા રાજકોટ ભાજપ દ્વારા પણ આ વિજયની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને રાજકોટમાં મીઠાઈ વહેંચી ફટાકડા ફોડીને આ ભાજપની જીતના વધામણાં કરવામાં આવ્યા હતા.
ઉતર-પૂર્વના બે રાજયો ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. અને ખાસ કરીને ત્રિપુરામાં 25 વર્ષથી એક ચક્રિય શાસન કરતા ડાબેરી પક્ષોને ભાજપે હંફાવી દીધા છે. ૬૦ બેઠકોવાળી ત્રિપુરાની વિધાનસભામાં ભાજપે અને તેના સાથી પક્ષોએ ૪૧ બેઠકો પર વિજય મેળવ્યો છે. જયારે ડાબેરીઓના હાથમાં ૧૮ બેઠકો આવી છે.નાગાલેન્ડ વિધાનસભાના પરીણામો પણ ભાજપની તરફેણમાં રહ્યા છે. નાગાલેન્ડની ૬૦ સભ્યોની વિધાનસભામાં ૩૩ બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષોએ જીત મેળવી છે ત્યારે રાજકોટ ભાજપ પણ ગેલમાં આવી ગયું હતું અને રાજકોટ ના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડીને વિજયજશન મનાવ્યો હતો જેમાં ગુજરાતના મુખ્ય મંત્રીના પત્ની અંજલીબેન રૂપની પણ મોજુદ રહ્યા હતા.કાર્યકર્તાઓ મીઠાઈ વેંચીને મોં મીઠા પણ કાર્ય હતા. કાર્યકર્તાઓ માને છે કે આ વિજય સાથે ભાજપે 2019ના વિયાજના દ્વાર પણ ખોલી નાખ્યા છે. અને આજે કાર્યકર્તાઓએ આ વિજયને 2019ની લોકસભાની ચુંટણી માટેની ઝાંખી બતાવી હતી.