ભારત-કોરિયા બિઝનેસ સમિટને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારા સંબંધો ઘણા જૂના છે.બૌદ્ધિક પરંપરાઓના કારણે અમે એકબીજા સાથે જોડાયેલા છીએ.તેમણે કહ્યું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે અમે કોરિયા ગયા હતા.મને આશ્ચર્ય થયું હતું કે કોઇ દેશની આ રીતે કેવી રીતે પ્રગતિ થઈ શકે ?કોરિયાએ વિશ્વને અનુકરણીય ઉત્પાદનો પહોંચાડવાનું કામ કર્યું છે.
વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વિશ્વમાં માત્ર થોડા દેશો છે, જ્યાં તમે અર્થતંત્રના ત્રણ મહત્વના તથ્યો મેળવો છો.આ ત્રણ ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ, ઇન્ડિયામાં હાજર છે.તેમણે જણાવ્યું હતું કે અમે સ્થિર બિઝનેસ પર્યાવરણ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું છે.