પબ્લિક સેકટરની પંજાબ નેશનલ બેન્કમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ ૧૧,૩૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. કૌભાંડ સામે આવ્યાના થોડાક દિવસો પછી કેન્દ્રીય રિઝર્વ બેન્કે ૮૪ વર્ષના સીએ યેઝદી હિરજી માલેગમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. ૨૦૧૬ સુધી RBI બોર્ડના સભ્ય રહી ચુકેલા માલેગમે સૌથી લાંબા સમય સુધી કેન્દ્રીય બેન્કને પોતાની સર્વિસ આપી છે. માલેગમની અધ્યક્ષતામાં બનેલી કમિટીનું કામ સંભવિત ફ્રોડના ખતરાની ઓળખ સિવાય બેન્કોના NPA પર નજર રાખવાનું રહેશે. RBIના પૂર્વ ગવર્નર એમ. નરસિમ્હાએ એક વાર કહ્યું કે, જયારે દેશ સમક્ષ કોઈ મોટી સમસ્યા આવે છે તો તેના જવાબમાં કમિટી બનાવવામાં આવે છે. RBI માટે પણ આ નિયમ લાગુ પડે છે. જયારે પણ બેન્કિંગમાં કોઈ મોટું સંકટ આવે છે તો RBI માલેગમની અધ્યક્ષતામાં કમિટી બનાવે છે. બેન્કર્સનું કહેવું છે કે માલેગમ RBIમાં પોતાના પ્રભાવને એન્જોય કરે છે. તેમની સાથે કામ કરી ચુકેલા લોકોના જણાવ્યા અનુસાર તે બેન્ક રેગ્યુલેટર RBIની કાર્યપ્રણાલીમાં ટ્રાન્સપરન્સી લાવવાના સમર્થક નથી રહ્યા. જયારે તે રિઝર્વ બેન્કના ફાઈનાન્શિયલ સેકટર લેજિસ્લેટિવ રિફોર્મ્સ કમિસનના નોમિની હતા, ત્યારે તેમણે RBIના કેપિટલ પર કંટ્રોલનો બચાવ કરતાં નોટ લખી હતી. માલેગમ અન્ય એવી જવાબદારીઓ સંભાળી રહ્યા છે, જે હિતોના ટકરાવનું કારણ બની શકે છે. તે અનેક વર્ષો સુધી રેટિંગ એજન્સી CAREની રેટિંગ્સ કમિટીના હેડ રહી ચુકયા છે. આ એજન્સી ગિતાંજલી જેમ્સ અને નીરવ મોદી ગ્રુપની ફર્મ્સ તરફથી ઈશ્યુ કરવામાં આવેલા પેપર્સની રેટિંગ પણ કરી ચુકી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.