પારડી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ પાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 14 અને કોંગ્રેસના ના 14 ઉમેદવારો વિજેતા થયા છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઇ પડી હતી. જેને કારણે બન્ને પક્ષો માટે હવે પાલિકામાં સત્તા પર બેસવા માટે પોતપોતાના સભ્યો ને પારડી થી દૂર મહારાષ્ટ્ર, વલસાડ જિલ્લા અને દમણ માં એક અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે બંને પક્ષ માટે કપરા ચઢાણ છે હાલની નવી બોડીના પ્રમુખપદ માટે માટે ખાસ સામાન્ય સભા તા.26 ફેબ્રુઆરીના રોજ પાલિકાના સભાખડમાં સવારે 11 કલાકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળશે અને 26 મીએ નાટકીય રીતે પારડી નગર પાલિકાના ધ્વાર સુધી કોંગ્રસ-ભાજપના નેતોઓ લઇ આવશે જોકે બંને પાસે 14-14 સભ્યો ને લઇ ચૂંટણીમાં ટાઈ થશે તો પાલિકા એક્ટ નિયમ મુજબ ચિઠ્ઠી ઊછાળશે પરંતુ પાલિકામાં સરકાર ચલાવવા મુશ્કેલીનો સામનો કરવા પડશે અને ભાજપના ઈજાગ્રસ્ત અલી અંસારી ને પાલિકા સુધી લાવવા માટે ભાજપને જહેમત ઉઠાવવા પડશે જોકે બંને પક્ષના પ્રમુખો રેમોન્ટ કંટ્રોલ દ્વારા પારડી નગર પાલિકા ચલાવશે હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ભાજપ તરફે પ્રમુખ માટે ફાલ્ગુની ભટ્ટ અને અમિષા મોદી જયારે ઉપપ્રમુખ માટે રાજેશ પટેલજયારે કોંગ્રસમાં પ્રમુખ માટે દક્ષા ભગત,મીરા ભરતીયા અને સોનલ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે બંને પક્ષ પોતપોતાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માટે પાર્ટીના મેન્ડેડ ને સીરો માન્ય રાખશે
બન્ને પક્ષો પાલિકામાં સત્તા પર બેસવા માટે પોતપોતાના સભ્યો ને પારડી થી દૂર મહારાષ્ટ્ર, વલસાડ જિલ્લા અને દમણમાં અજ્ઞાત સ્થળે
ભાજપના ઈજાગ્રસ્ત સભ્ય અલી અંસારી ને પાલિકા સુધી લાવવા માટે ભાજપને જહેમત ઉઠાવવા પડશે
બંને પક્ષના પ્રમુખો રિમોટ કંટ્રોલ દ્વારા પારડી નગર પાલિકા ચલાવશેની ચર્ચા