દમણના યુથ એક્શન ફોર્સ એનજીઓના પ્રમુખ ઉમેશ પટેલે કરેલી એક પોસ્ટથી વિવાદ થયો છે. ઉમેશ પટેલે પ્રફુલ પટેલ માટે વિવાદિત પોસ્ટ વાયરલ કરી છે.
આ પોસ્ટમાં લખ્યુ છે કે શું આ લોકશાહી છે ? કોઈ પણ કારણ વીના રાતભર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો.પોસ્ટમાં લખ્યુ છે કે પ્રફુલ પટેલ તને તારી ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે.વિરોધ કેવી રીતે કરવામાં આવે એ હું તને સમજાવું.
આ પોસ્ટથી દમણના યુથ એક્શન ફોર્સ એનજીઓના પ્રમુખ ઉમેશ પટેલ વિવાદમાં ફસાયા છે.