પંજાબ નેશનલ બેંક કૌભાંડે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે.પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડીરોક્ટોરેટ સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરતા ઈડી નિરવ મોદી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઈડી નિરવ મોદીને ભારત લાવવાની કાર્યવાહી શરૂ કરી રહ્યું છે.
આ પહેલા પણ ઇડીએ નીરવ મોદીને બે વખત સમન્સ પાઠવ્યું હતુ અને હાજર થવા જણાવ્યું હતુ. જોકે ગુરૂવારે નીરવ મોદીએ એન્ફોર્સમેન્ટ ડીરોક્ટોરેટ સમક્ષ હાજર થવાનો ઇન્કાર કરી દીધો છે.
નીરવ મોદીએ ઇમેલ દ્વારા ઇડીને જાણકારી આપી હતી જેમાં તેણે પાસપોર્ટ રદ થયા હોવાનું બહાનું કાઢી ઈડી સમક્ષ હાજર થવાનો ઇન્કાર કર્યો હતો. અાથી હવે નિરવ મોદી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ઈડીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભારત લાવવાની કાર્યવાહી ઈડીએ શરૂ કરી દીધી છે.