ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પંજાબ નેશનલ બેન્ક સાથેના કરારનો ભંગ કરવાનું વિચારી શકે છે. કેટલાક સમયથી પંજાબ નેશનલ બેન્કમાં જે રીતે કૌભાંડ બહાર અાવ્યા છે અે જોતા વિરાટ કોહલી છેડો ફાડી શકે છે.ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 2016 માં PNB ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે.છેલ્લા થોડા દિવસોથી, નિરવ મોદી અને PNB કૌભાંડ બહાર આવે છે, ત્યારબાદ એવા અહેવાલો છે કે કોહલી પંજાબ નેશનલ બેન્ક સાથેના સંબંધોને તોડવા વિચારી શકે છે.
2016 માં, પંજાબ નૅશનલ બેંકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ખોટ કરતી બેન્કની તેની છબી સુધારવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી હતી. 16 વર્ષની ઉંમરથી કોહલી આ બેંકમાં ખાતું ધરાવે છે અને તેણે કહ્યું હતું કે ‘PNB મારી બેન્ક છે’.પરંતુ હવે આ બાબત જોવાની રહેશે કે આ કૌભાંડ પછી પણ વિરાટ આ બેંક સાથે સંકળાયેલા છે કે નહીં.મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ, PNB કૌભાંડના સમાચારથી છેલ્લા કેટલાક દિવસથી બજારમાં છબીને વધુ ખરાબ કરી છે.