ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન નીતિન પટેલે વર્ષ 2018-19 માં અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના બજેટને રજૂ કરતા પહેલા જ નીતિનભાઇ પટેલે બજેટ પ્રજાલક્ષી હોવાની વાત કહી હતી. નીતિન પટેલે બજેટને વિધાનસભામાં રજૂ કરવા પહેલા સદનમાં કહ્યું હતું કે પ્રજાની અપેક્ષાઓને સાથે મળીને પૂરું કરીશું. નોંધનીય છે કે બજેટ સ્પીચ શરૂ થવાની સાથે જ વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે હોબાળો કર્યો હતો.
બજેટમાં ખેડૂતોની સહાય માટે 6755 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.રાજ્યની લોન પરનું ભારણ ઘટ્યું છે.મત્સ્ય ઉદ્યોગમાટે 80 કરોડની જોગવાઈ, દરિયો ખેડવા જતા માછીમારો માટે સબસિડી, માહિતી પ્રસારણ માટે 174 કરોડ, યુવા રોજગારી માટે 185 કરોડની ખાસ જોગવાઈ, છાત્રાલયો માટે 175 કરોડની જોગવાઈ, પોષણક્ષમ ભાવ માટે અમારી સરકારે અનેક યોજનાઓ કરી છે.અોછુ ભણેલાઓને 1500 અપાશે, ખેલ મહાકુંભમાટે 74 કરોડની જોગવાઈ.
વેરાકીય આવકમા ૨૦.૯૨ ટકાનો વૃધ્ધિ, રાજયની ઉત્પાદન ક્ષમતામા ૧૩ ટકાની વૃધ્ધિ
કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ-
કુલ જોગવાઈ રૂ.૬૭૫૫ કરોડ, કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા પાક વીમા સહિત રૂ.1101 કરોડ, ખેડૂતોને ઝીરોટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ, કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ અને કૃષિ વિકાસ માટે 395 કરોડ, કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ, જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ, ખેતરમા તારની વાડ માટે 200 કરોડ, મત્સયોધોગ નિકાસ 3500 કરોડ થી વધુ હૂડિયામણ છે ત્યારે મત્ય બંદર વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ, સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ, પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે23 કરોડ તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડ
શ્રમ રોજગાર-
કુલ જોગવાઈ 1732 કરોડ, આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ, શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે, 22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડ
યુવા રોજગારી અને સશકતિકરણ-
યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનો ને માસિક, રૂ3000 અને ડિપ્લોમાને -રૂ 2000 અને અન્યોને રૂ 1500પ્રોત્સાહક રકમ માટે રૂ272 કરોડ, પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખની સહાય .માટે 140 કરોડની જોગવાઈ, વાજપાઈ બેન્કેબલ યોજના માટે રૂ197 કરોડ, આગામી સમયમા સરકારના વિવિધ વિભાગોમા 30 હજાર નવી ભરતી કરાશે, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ