દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના સાલેમ ડિવિઝનમાંં કિન્નરોએ બે મુસાફરોને પૈસા ન આપવાને કારણે ટ્રેનમાંંથી નીચે ફેંકી દીધા હતા. જેમાંથી એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું અને બીજા મુસાફરની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યુ છે. મુસાફરના મૃત્યુ બાદ પરિવારજનોએ ટ્વિટર પર ફરિયાદ કરી તો રેલવે બોર્ડની ઊંઘ ઉડી અને 15 દિવસની અંદર દેશભરની તમામ ટ્રેનોમાં કિન્નર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. રેલવે બોર્ડના આદેશ બાદ રેલવે સુરક્ષા બળ એક્શનમાં આવ્યુ છે અને કિન્નરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
3 ફેબ્રુઆરી 2018ના રોજ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સ્થિત સાલેમ મંડલના સોનાલ કટ્ટી રેલવે સ્ટેશન પાસે મોટી સંખ્યામાં કિન્નરો ટ્રેનના કોચમાં ઘુસી આવ્યા અને મુસાફરો પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી દીધી હતી. જેની સામે મુસાફર સત્યનારાયણ અને અન્ય એક યુવકનો વિરોધ કર્યો તો કિન્નરોએ બંન્નેને ચાલુ ટ્રેન માંં નીચે ફેંકી દીધા. આ ઘટનામાં સત્યનારાયણનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ. બીજા યુવકની હાલ હોસ્પિટલમાંં સારવાર ચાલી રહી છે.
રેલવેના આદેશ બાદ રેલવે સુરક્ષા બળ કાર્યવાહી કરી રહ્યુ છે. કિન્નરો સામે કાર્યવાહી કરી 15 દિવસમાં રેલવે બોર્ડને જવાબ રજૂ કરવાનો છે. રેલવે સુરક્ષા બળ દ્રારા રાયપુર અને દુર્ગમાં બે દિવસમાં 25 કિન્નરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.