અમદાવાદ,તા. ૫ : ગુજરાતમાં હાર્ટના રોગથી સૌથી વધુ સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. ગુજરાતમાં હાર્ટ સાથે સંબંધિત રોગ કિલર તરીકે ઉભરી આવતા આની ચર્ચા પણ જોવા મળી રહી છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવા આંકડામાં જાણવા મળ્યું છે કે ર્કાડિયોવેસક્યુલર રોગ અથવા તો હાર્ટ સાથે સંબંધિત રોગના કારણે ગુજરાતમાં ૨૨ ટકા લોકોના મોત થયા છે. વસ્તી ગણતરીને લઈને જારી કરવામાં આવેલા નવા આંકડામાં આ અંગેની વાત કરવામાં આવી છે. સેન્સસ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કેટલીક ચોંકાવનારી વિગતો જારી કરાઈ છે. શ્વાસ લેવાની તકલીફના રોગ, ટીબી, કેન્સર જેવા રોગના કારણે જે મોત થયા છે તેની સરખામણીમાં હાર્ટની બીમારીથી વધુ લોકોના મોત થયા છે. ૩૫ થી ૪૪ વર્ષની વયમાં પુરૂષોની અંદર મોતનો આંકડો ૨૦ ટકાથી ઉપર રહ્યો છે. જ્યારે મહિલાઓમાં ૫૫ થી ૬૯ વર્ષની વયમાં મોતનો આંકડો ૨૩.૮ ટકા રહ્યો છે. આંકડા દર્શાવે છે કે પુરૂષોની અંદર મોતનો ૨૪ ટકાનો આંકડો અને મહિલાઓનો ૧૯ ટકાનો આંકડો હાર્ટના કારણે મોતનો નોંધાયો છે. એટલે કે દરેક ચાર મોત પુરૂષોમાં અને દરેક પાંચ મોત મહિલાઓ પૈકી એક હાર્ટ સાથે સંબંધિત તકલીફના કારણે થઈ રહ્યા છે. નિષ્ણાત તબીબોનું કહેવું છે કે આધુનિક સમયમાં લોકોની ઝડપથી બદલાઈ રહેલી લાઈફ સ્ટાઈલ પણ આના માટે જવાબદાર છે. ગુજરાતી લોકો હાર્ટની સમસ્યા માટે કેટલાક અંશે પોતે પણ જવાબદાર છે. કાર્ડોલોજીસ્ટોના કહેવા મુજબ ગુજરાતી લોકો મીઠાઈઓ અને ફ્રાય કરવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. સાથે સાથે નિયમિતપણે કસરત કરવાની ટેવ ધરાવતા નથી. આ ઉપરાંત ડાયાબીટીસને લઈને પણ તકલીફ રહેલી છે. આ તમામ બાબતો હાર્ટની બીમારીઓને આમંત્રણ આપે છે. નાની વયમાં પણ હાર્ટ અટેકનો ખતરો વધી રહ્યો છે. ર્કાડિલોજીસ્ટોના કહેવા મુજબ હાર્ટના દર્દીઓની સંખ્યામાં હાલના સમયમાં ૫૦ ટકાનો વધારો થઈ ચુક્યો છે. ભારતમાં ટોપ કિલર તરીકે હાર્ટના રોગને ગણી શકાય છે. લાઈફ સ્ટાઈલ, નિરાશાજનક લાઈફ અને દબાણ જેવા પરીબળોની સીધી અસર થઈ રહી છે. હાર્ટના રોગને રોકવા માટે કેટલાક ચોક્કસ સૂચનો છે જેને પાળવામાં આવે તો આને ટાળવામાં અથવા તો ધણા અંશે રોકવામાં સફળતા મળી શકે છે. જન્મ અને મળત્યુની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૩માં પ્રતિ ૧૦૦૦ જન્મમાં આંકડો ૨૦.૮ ટકા રહ્યો છે. જ્યારે મળત્યુનું પ્રમાણ ૬.૫ ટકા રહ્યું છે. નવજાત શીશુમાં મળત્યુદર પણ નોંધપાત્ર છે. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગુજરાતમાં હાર્ટની સમસ્યા ગંભીર છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.