ભારતમાં લોકો અવાર નવાર ગરીબીને લઇ રડતા દેખાય છે, પરંતુ દેશના અમીરોએ અજાયબીઓ કરી બતાવી છે. લમ્બોરગીનીની રૂ. 4.04 કરોડની સ્પોર્ટ્સ કારના તમામ વેરિયન્ટ્સ લોન્ચ થયાના માત્ર 10 દિવસમાં જ વેચાઈ ગયા હતા. લેમ્બોર્ગિની લક્ઝરી સ્પોર્ટ્સ કાર માટે ખૂબ પ્રખ્યાત છે. કંપનીએ 25 ઓગસ્ટે નવી દિલ્હીમાં લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા લોન્ચ કરી હતી. ભારતીય અમીર તેના પર વરસ્યા હુરાકન ટેકનિકાના તમામ મોડલ લોન્ચ થયાના 10 દિવસમાં જ ખરીદી લીધા. લેટેસ્ટ સ્પોર્ટ્સ કાર V10 એન્જીન સાથે આવે છે અને તે 3.2 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 325 kmph છે.
લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા
લક્ઝરી સ્પોર્ટ્સ કાર બે સીટ કેપેસિટી સાથે આવે છે. તેને રીઅર વ્હીલ સ્ટીયરીંગ સાથે રીયલ વ્હીલ ડ્રાઈવર ઓપ્શન મળે છે. Lamborghini Huracan Tecnica ને Lamborghini Dinamica Veicolo Integrata (LDVI) સિસ્ટમ મળે છે, જે કારને એક વ્હીકલ સિસ્ટમ દ્વારા કંટ્રોલ કરે છે. કંપનીએ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે Lamborghini Huracan Technica લોન્ચ કરી હતી જ્યારે તે તાજેતરમાં મુંબઈમાં રજૂ કરવામાં આવી હતી.
કેટલા મોડલ વેચાયા?
હાલમાં તે સ્પષ્ટ નથી કે લેમ્બોર્ગિનીની સ્પોર્ટ્સ કાર માટે કેટલી બુકિંગ કરવામાં આવી હતી અથવા કંપની કેટલા યુનિટ્સ ડિલિવર કરશે. જો કે, લેમ્બોર્ગિની ઈન્ડિયાના હેડ શરદ અગ્રવાલે બિઝનેસલાઈન સાથે વાત કરતા માહિતી આપી છે કે ભારતમાં લેમ્બોર્ગિની હુરાકન ટેકનિકાની ડિલિવરી આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરના અંતમાં અથવા બીજા ક્વાર્ટરની શરૂઆતમાં શરૂ થશે.
ભારતીય કસ્ટમર સાથે જોડાણ
Lamborghini Huracan Technica લૉન્ચ થયાના 10 દિવસની અંદર તમામ મૉડલનું વેચાણ એ કંપની માટે એક મોટી સિદ્ધિ છે. શરદ અગ્રવાલના મતે ભારતીય કસ્ટમર સાથે સારા સંબંધોને કારણે સ્પોર્ટ્સ કારની માંગ વધી રહી છે. તેમણે કહ્યું કે કંપની દ્વારા વર્ષોથી તેના કસ્ટમર સાથેના જોડાણના પરિણામે હુરાકનના તમામ મોડલ એક અઠવાડીયામાં વેચાઈ ગયા છે.