દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એના પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહે. ઘરની ખુશીઓ માટે લોકો ઘરમાં પૂજા પાઠ, હવન જેવી અનેક ધાર્મિક કાર્યો કરતા હોય છે, પરંતુ આ બધી બાબત વચ્ચે કોઇ નાની એવી ભૂલ થાય તો તમે હેરાન થઇ જાવો છો. વાસ્તુ અનુસાર નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ઘરમાં રહેલી દરેક મૂર્તિ તમારા ઘરની સુંદરતા વધારે છે અને સાથે તમારી અનેક ઇચ્છાઓને પણ પૂરી કરે છે. આમ, જો તમે અનેક વાસ્તુ દોષમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો મહાત્મા બુદ્ધની મૂર્તિ આ જગ્યા પર રાખો.
વાસ્તુ માન્યતાઓ અનુસાર ઘરના પ્રવેશ દ્રારમાં ભગવાન બુદ્ધની તમે રક્ષા મુદ્રાની મૂર્તિ સ્થાપિત કરી શકો છો. આ મૂર્તિને શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ એક હાથથી આશિર્વાદને સંબોધિત કરે છે અને બીજા હાથથી આસપાસની રક્ષા કરે છે. ભગવાન બુદ્ધની આ મૂર્તિ હંમેશા જમીનથી 3 થી 4 ફૂટ ઉપર સ્થાપિત કરવી જોઇએ. આ મૂર્તિને ક્યારે પણ જમની પર મુકશો નહિં.
ડાબી અને જોકેલા બુદ્ધ ભગવાનની મૂર્તિ પ્રશ્વિમ દિશા તરફ મોં રાખવાથી અનેક બગડેલા કામ પૂરા થઇ જાય છે. આ મૂર્તિ તમે ઘરના બગીચામાં રાખો છો તો અનેક મુશ્કેલીઓ પૂરી કરવાનું કામ કરે છે. તમારા કામ છેલ્લા ઘણાં સમયથી અટકી ગયા છે તો તમે ઘરના બગીચામાં આ દિશામાં મૂર્તિ સ્થાપિત કરો.
ઘણાં બધા લોકો ભગવાન બુદ્ધની ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ એમના પૂજા સ્થાનમાં રાખતા હોય છે. માનવામાં આવે છે કે આ મૂર્તિ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે. ભગવાન બુદ્ધની મૂર્તિ પોઝિટિવ એનર્જી આપે છે અને સાથે મનને શાંત કરવાનું કામ પણ કરે છે. બુદ્ધની આ મૂર્તિ તમારે પૂર્વ દિશા બાજુ મુખ કરીને મુકો. પૂર્વ દિશા બાજુ મુકેલી આ મૂર્તિ જ્ઞાનોદયનું પણ પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ તમે આ વાતનું ખાસ ધ્યાન એ રાખો કે મૂર્તિને તમારા આંખોના સ્તર પર જ રાકો. આંખોના સ્તર નીચેની મૂર્તિ અશુભ માનવામાં આવે છે.