વલસાડ જિલ્લો સંઘ પ્રદેશ દમણ સાથે જોડાયેલો છે જ્યાંથી વર્ષે મોટી માત્રા માં ગેરકાયદેસર દારૂ ની તસ્કરી ગુજરાતમાં થતી હોય છે. જેને દારૂબંધી ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો નો તાત એટલે પોલીસ બની રહેતી હોય છે. તેવું જ કઈ વલસાડ જિલ્લામાં બન્યું છે વલસાડ જિલ્લા માં છેલ્લા કેટલાક સમય થી ઉપલા અધિકારી ઓની બાતમી ના આધારે સ્કોડ દ્વારા દારૂ ના કેસ કરવામાં આવતા હોવાથી સ્થાનિક પોલિસને પેટ માં દુખતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દમણ અને વાપી તેમજ નવસારી અને સુરત રૂરલ ના મોટા ગજાના બુટલેગરો મોટી માત્રા માં દારૂ દમણ થી દક્ષીણ ગુજરાતની સ્થાનિક પોલિસના મદદથી દારૂ ગુજરાતમાં ઠાલવવા માટે સક્ષમ છે. તમામ દક્ષિણ ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગરો નું પોલીસની ડાયરીમાં તેનું નામ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આ બુટલેગરોને છાંવરવામાં આવે છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દક્ષિણ ગુજરાતમાં તે ની તીસરી આંખ થી નજર નાખે તો ઘણા બધા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મી ઓના નામ બુટલેગરોની ફોન લિસ્ટ માં જોવા મળે એમ છે. ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્ય માં દારૂ બંધી માત્ર નામની જ હોય એવું માની શકાય છે. સરકાર ગમે તેટલી દારૂ બંધી કરે પરંતુ જ્યાં સુધી સેક્સન મળતું રહેશે ત્યાં સુધી ગુજરાતમાં દારૂ આવતો રહેશે.