ભારતમાં કહેવાય છે કે બાર ગાઉએ બોલી અને પાંચ ગાઉએ પાણી બદલાય છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં આવેલા મંદિરો સાથે કોઇને કોઇ પૌરાણિક ઇતિહાસ જોડાયેલો હોય છે. જે પૈકી અનેક મંદિરોના રહસ્ય આજદિન સુધી વૈજ્ઞાનિકો ઉકેલી શકયા નથી. આવું જ એક મંદિર કેરલમાં આવેલું છે. જેનો ચમત્કાર દેશ ઉપરાંત દુનિયામાં પણ જાણીતો છે.
તામિલનાડુના કીજાપેરુમપલ્લમ ગામમાં નાગનાથસ્વામી મંદિર આવેલું છે. જેને કેતિ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. કાવેદી નદીના તટ પર આવેલા મંદિરના શિવલિંગ પર જયારે શ્રદ્વાળુઓ દૂધ ચઢાવે છે ત્યારે જોતજોતામાં દૂધનો રંગ ભૂરો થઇ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ અંગે કોઇ આજદિન સુધી જાણી શકયું નથી કે દૂધનો રંગ કેમ બદલાઇ જાય છે?
માન્યતા છે કે જે લોકો કેતુ ગ્રહના દોષથી પીડિત હોય તેમના દ્વારા જ ચઢાવાતા દૂધનો રંગ ભૂરો થયા બાદ પુન: સફેદ થઇ જાય છે. પરંતુ વૈજ્ઞાનિકો એ વાતે અચંબિત છે કે દૂધનો રંગ ભૂરો કેવી રીતે બની જાય છે અને બાદમાં પુન: સફેદ કેવી રીતે થઇ જાય છે. મંદિરમાં દૂધનો રંગ બદલાતો હોવાની વાતને લોકો ચમત્કાર ગણે છે. મંદિરમાં દૂરદૂરથી શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટે છે. મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે એક વખત મહાન ઋષિના શ્રાપથી મુકિત મેળવવા કેતુએ ભગવાન શિવજીની આરાધના કરી હતી. કેતુની તપસ્યાથી ખુશ થઇને ભગવાન શિવે શિવરાત્રિના દિવસે કેતુને શ્રાપમાંથી મુક્તિ આપી હતી. ત્યારબાદ કેતુને સમર્પિત આ મંદિરને ભગવાન શિવજીનું ગણવામાં આવે છે.