પારડી નગર પાલિકા 7 વોર્ડમાં 28 બેઠકો માટે અાજથી પ્રાંત કચેરી ખાતે ફોર્મ વિતરણ કરવામાં અાવ્યા છે.પહેલા દિવસે જ 71 ફોર્મ ઉપડતા ચૂંટણીનો રાજકીય માહોલ જામ્યો હોય તેવા અેંધાણ વર્તાઈ રહ્યા છે. પાલિકાની ચૂંટણી રસાકસી પુર્ણ રહેશે તેમા શંકાને કોઈ સ્થાન નથી.
પ્રાંત કચેરી ખાતે સવારે 11 કલાકથી 3 વાગ્યા સુધીમાં તો 71 ફોર્મ ઉપડી ગયા હતા. પાલિકામાં સદસ્ય પદ માટે ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવાર ભાઈ-બહેનો ફોર્મ વિતરણ કરવાની સાથે અાવી પહોંચ્યા હતા. પ્રથમ દિવસે જ 71 ફોર્મ ઉપડી જતા પાલિકાની ચૂંટણી નો માહોલ જામ્યો છે તેવુ કહી શકાય.
ભાજપમાં આદેશ વગર જ અમુક ઉમેદવારો ફોર્મ લઇ જતા વિવાદમાં પડ્યા છે.