સેલ્ફી અને વીડિયો લેતા સમયે જરા અમસ્તી ભુલ મોતનું કારણ બની જાય છે. અત્યાર સુધી ઘણી એવી ઘટનાઓ બની છે કે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા હોય. આ ઘટના યુવકના મોબાઇલમાં કેદ થઇ ગઇ જે હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. હૈદરાબાદ મટ્રો ટ્રેનની સામે યુવાન સેલ્ફી વીડિયો લઇ રહ્યો હતો. ટ્રેનની નજીકથી વીડિયો લેવાના ચક્કરમાં તે મોતની નજીક પહોંચી ગયો.
આ દરમિયાન તેના મિત્રો તેને પાછળ હટવા માટે પણ જણાવે છે પરંતુ તે પાટા તરફ થોડો સરક્યો કે ટ્રેનની ઝપટમાં આવી ગયો.