કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી પરસ્ત્રી સાથે રંગ રેલિયા મનાવતા હતા ત્યારે તેમની પત્નીએ રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને તેમની પત્નીએ રંગ રેલીયા મનવતા રંગે હાથે અડધી રાત્રે ઝડપી પાડ્યા,જેનો વિડીયો સોશિયલ મિડીયાાં વાયરલ થયો છે,,જેને લઇને મોડી રાતથી એ નેતા કોણ છે તેને લઇને તપાસ શરુ થઇ ગઇ છે
ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે પરસ્ત્રીને લઈને થયેલી જોરદાર બબાલની કુલ ચાર વિડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેમાં જોઈ શકાય છે કે, અંધારામાં રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં દરવાજો ખોલી પ્રવેશે છે, અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી શરુ કરે છે.
ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેની તકરાર આજકાલની વાત નથી. અગાઉ પણ તેઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં આક્ષેપો કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે અખબારોમાં એકબીજા વિરુદ્ધ જાહેર નોટિસો પણ છપાવી છે. ભરતસિંહના પત્નીએ અગાઉ પણ એવા આક્ષેપ કર્યા હતા કે તેમના પતિના એક પરસ્ત્રી સાથે સંબંધો છે જેના કારણે પતિએ તેમને તરછોડી દીધા છે. થોડા સમય પહેલા ભરતસિંહે રેશ્મા પટેલને એક લીગલ નોટિસ ફટકારી હતી. જેમાં જણાવ્યું હતું કે તેઓ ચાર વર્ષથી અલગ રહે છે પરંતુ તેમના પત્ની તેમની વિરુદ્ધ બેફામ રીતે વર્તે છે. ભરતસિંહે પોતાના નામે રેશ્મા પટેલ સાથે કોઈ વ્યવહાર ના કરવા માટે પણ જાહેર જનતાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રેશ્મા પટેલ ભરતસિંહના બીજા પત્ની છે.
આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જોકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ તેમજ સત્ય ડે આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું.