સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો ને આજથી 11 જૂન સુધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ રેલવે સેક્શનમાં આવતા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર આજથી ડબલ ટ્રેકની કામગીરી શરૂ થતાં આજે તા. 31મે થી આગામી તા. 11 જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે.
દરમિયાન આ રૂટ પરથી પસાર થતી બે ટ્રોનો રદ કરી દેવામાં આવી છે ઉપરાંત અનેક ટ્રેનો આંશિક રદ અને રિશિડ્યુલ કરવામાં આવી છે.
વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જૂન સુધી અને જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 11 જૂન સુધી રદ કરવામાં આવી છે. આ સિવાય આશિંક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં હાપા દુરંતો એક્સપ્રેસ, હાપા-મુંબઈ દુરંતો એક્સપ્રેસ,ભાવનગર-ઓખા એક્સપ્રેસ સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસે આંશિક રીતે રદ રહેશે. આ સાથે જે ટ્રેનો રિશિડ્યુલ કરેલ કરવામાં આવી છે તેમાં ઓખા – વારાણસી સુપરફાસ્ટ,રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ, તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ,હાપા-મડગાંવ એક્સપ્રેસ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.
આમ,સૌરાષ્ટ્ર તરફ ટ્રેકની કામગીરીના પગલે ટ્રેન વ્યવહારને અસર થશે.
