દિલ્હીની એક વિશેષ અદાલત ટૂંક સમયમાં જ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અલગતાવાદી નેતા યાસીન મલિકને સજા સંભળાવશે, જે ટેરર ફંડિંગ કેસમાં દોષિત છે. વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે 19 મેના રોજ યાસીનને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ તમામ આરોપો માટે દોષિત ઠેરવ્યો હતો.
યાસીન મલિકના કેસની સુનાવણીના કારણે પટિયાલા હાઉસ કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા કડક છે.સમ્રગ કોર્ટે પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.
જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે NIAએ દોષિત મલિકને ફાંસીની સજાની માંગ કરી. જેના પર યાસીને કહ્યું કે હું નિર્ણય કોર્ટના વિવેક પર છોડું છું, હું કોઈની ભીખ નહીં માંગું. હું ફાંસી સ્વીકારીશ. જો તપાસ એજન્સીઓ સાબિત કરશે કે હું આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છું, તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ. મેં સાત વડાપ્રધાનો સાથે કામ કર્યું છે.
યાસીને 10 મેના રોજ કોર્ટમાં કહ્યું હતું કે તે હવે તેની સામે ટેરર એક્ટ, ટેરર ફંડિંગ, આતંકવાદી કૃત્યો, દેશદ્રોહ, છેતરપિંડીનાં કેસનો સામનો નહીં કરે. કોર્ટે ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ સહિત 20 કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડ્યા હતા.