રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વર્ષે ગરમી તમામ સપાટી વટાવી છે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ આ વખતની ગરમીએ તોડ્યો છે તે વચ્ચે રાજયમાં વાતાવરણે અચાનક કરવટ બદલાતા લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્ઘારા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્ગારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે દરિયાકિનારા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાના પગલે 28,29,મે દરિયા ન ખેડવા હવામાન વિભાગ દ્ઘારા સૂચના અપાઇ છે. નવસારી ,વલસાડ, દાદારનગર હવેલી,દમણ સહિતા વિસ્તારોમાં વરસાદની પડવાની શક્યતા વ્યકત કરાઇ છે,જેના પગલે કમોસમી વરસાદના લઇ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા લોકોએ પણ ગરમીથી હાશકારો અનુભવ્યો છે.
