રાજકોટ સસ્તા અનાજની દુકાનોમાં સડેલા અનાજનું વિતરણ થવાના પુરાવા સાથે સત્ય ડે રિપોર્ટર આર.વી. જેઠવા એ પ્રધાનમંત્રીશ્રી અને રાષ્ટ્રપતિશ્રી ને લેખિતમાં આપેલ આવેદન થી તંત્ર અને સિસ્ટમમાં દોડધામ.
રાજકોટના સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતી તુવેર દારમાં કીડા પડી ગયા હતા, તેમ છતાં ગરીબ જનતામાં વિતરણ કરવામાં આવ્યું હતું.
બે થી ત્રણ મહિના સુધી સડેલી તુવેરદાળ આપવામાં આવી રહી હતી.
સડેલી તુવરદાળ લેવા સિવાય ગરીબો પાસે કોઈ વિકલ્પ હોતો નથી અથવા તો અનાજ માફિયાઓ પાસેથી બ્લેકમાં લેવી પડતી હોય છે.
સસ્તા અનાજની દુકાનો પર પુરવઠા વિભાગ ના અધિકારીઓ અને જનતાના ચોકીદારો મહિનામાં બે વાર ચેકીંગ માટે જવા છતાં
સસ્તા અનાજની દુકાનના માલિકો અને ઉપરી અધિકારીઓ તેમજ નગરસેવકોને સડેલી તુવરદાળના જથ્થાની માહિતી હોવા છતાં સડેલા અનાજનો પુરવઠો બદલી દેવા માટે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.
સડેલી તુવરદાળની જાણ થતાં સત્ય ડે રિપોર્ટર આર.વી. જેઠવા દ્વારા તુવેરદાળના સેમ્પલ કલેક્ટ કરી પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબ તેમજ રાષ્ટ્રપતિને સેમ્પલ સાથે લેખિતમાં ગરીબોને પોતાનો હક અને પૌષ્ટિક આહાર મળે એ માટે આવેદન કરવામાં આવ્યું હતું.
આવેદનમાં જનહિતનો ઉદ્દેશ્ય હોવાથી સરકારશ્રી દ્વારા તારીખ 18-5-2022 ના રોજ ગાંધીનગરથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ચંદ્રેશ દવે અને અન્ય ત્રણ ઓફિસર ની ટીમ તેમજ એફ.આર.એલ ની 4 સદસ્યો ની ટીમ રાજકોટ મોકલવામાં આવી હતી.
ડેપ્યુટી ડાયરેકટર શ્રી ચંદ્રેશ દવે દ્વારા આર.વી.જેઠવાની મુલાકાત લઇ સંપૂર્ણ વિગત જાણ્યા બાદ એફ.આર.એલ. ટીમ દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ની હાજરીમાં સસ્તા અનાજની દુકાન પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સત્ય ડે ની ઇમ્પેક્ટ થી આ તમામ સેમ્પલ ગાંધીનગરમાં એફ.એસ.એલ. દ્વારા લેબોરેટરીમાં પરીક્ષણ કરી રિપોર્ટ આવ્યા, બાદ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા.
જો કોઈ અનાજ માફિયા કે આ વચેટિયાઓની સંડોવણી હશે તો કાયદાકીય કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા રાજકોટ પુરવઠા મામલતદાર પ્રકાશ સખીયા ને આદેશ અપાયા.
રીપોર્ટર આર. વિ. જેઠવા
રાજકોટ