ભરૂચના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે તલાવડીમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ગેરકાયદે માટી ખોદકામ કરી પોલ્ટ્રીફાર્મ વાળાને વેચવા મામલે સત્યડેમાં અહેવાલો આવતાંજ તેની ત્વરિત તપાસ શરૂ થઈ હતી અને ચાંચવેલ ગામે થયેલા માટી કૌભાંડ મામલે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ તપાસની માંગ બાદ સબંધિત વિભાગ દ્વારા થયેલી તપાસમાં કૌભાંડ થયું હોવાનું પુરવાર થતા જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે.
ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીંગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭
ના નિયમ ૮(૩),૧૨, ૧૩ થી મળેલી પ્રવેશ,ઝડતી અને જપ્તી વગેરેની મળેલી સત્તાની રૂએ વિભાગ દ્વારા બિન-અધિકૃત ખનન અંગે કરેલ તપાસ સબબ નોટીસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ અત્રેની કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે-ચાંચવેલ, તા.વાગરા, ખાતે આવેલ તલાવડી માંથી સાદીમાટી
ખનીજનું ગેરકાયદેસર ખોદકામ બાબતની ફરીયાદ અન્વયે પંચો સાથે તપાસની કામગીરી હાથ ધરવામા આવેલ હતી, જે તપાસ દરમ્યાન પંચોએ જણાવેલ છે કે, સદર ખોદકામ સર્વે નં.૧૧૪૬ માં આવેલ તલાવડી અને સીમમાં આવેલ તલાવડીમાં અલગ અલગ જગ્યાએ સાદીમાટી ખનીજના ખોદકામવાળા બે ખાડાઓ પંચોએ તપાસ ટીમ ને બતાવેલ જે સાદીમાટી ખનીજનું ખોદકામ જવાબદારો દ્વારા કરેલ હોવાનું
પંચોએ જણાવેલ છે. તેમજ સદર વિસ્તારમાં થયેલ ખોદકામવાળા વિસ્તારની માપણી તપાસ ટીમ દ્વારા
જીપીએસ મશીન અને ઊંડાઈ મેજરટેપથી પંચોની રૂબરૂમાં કરવામાં આવેલ છે, જે માપણી મુજબ આપના
દ્વારા કુલ.-૧૮૪૬ મે.ટન સાદીમાટી ખનીજનુ બિન-અધિકૃત ખોદકામ કરેલ હોવાનું ફલિત થયેલ છે
જેથી સાદીમાટી ખનીજનાં બિન-અધિક્રુત ખનન સબબ ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ
માઇનીંગ,ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમ ૩,૫,૭ ના ભંગ બદલ નિયમ ૨૧ મુજબ આપની
સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય છે. તેમ છતા આ નિયમ-૨૨ ના શીડ્યુલ-II(સી) મુજબ બિન-
અધિકૃત ખોદકામના કુલ:-૧૮૪૬ મે.ટનના પ્રતિ મે.ટન રૂ.૧૭૫/- લેખે રૂ.૩,૨૩,૦૫૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર પચાસ પુરા) વસુલવાના થાય છે. જે ભરપાઇ કર્યેથી ગુન્હા ની માંડવાળ થઇ શકે છે.
તદુપરાંત સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૧૦/૦૯/૨૦૧૮ ના નિયમ-૪(અ)ની
જોગવાઇ મુજબ ૧૮૪૬ મે.ટન સાદીમાટી ખનિજ કિંમત રૂ.૭૧.૭૫/- પ્રતિ મે.ટન લેખે ગણતરી કરતા
રૂ.૧,૩૨,૪૬૦/- (અંકે રૂપિયા એક લાખ બત્રીસ હજાર ચારસો સાઈઠ પુરા) પર્યાવરણીય નુકશાનીના વળતરની રકમ મળી કુલ રૂ.૪,૫૫,૫૧૦/- (અંકે રૂપિયા ચાર લાખ પંચાવન હજાર પાંચસો દસ પુરા)
ભરપાઈ કરવા નોટિશ પાઠવી
આ બાબતે કોઈ મંજૂરી મેળવેલ છે કે કેમ? તેમ આધારો સહ દિન-૦૭ મા અત્રેની કચેરીમાં અધિકારીશ્રી સમક્ષ જરૂરી તમામ આધાર પુરાવા સહિત લેખિતમાં જણાવવાનું રહેશે
અન્યથા આ બિન-અધિકૃત ખનન/વહન જવાબદાર દ્વારા કરવામાં આવેલ છે. તેમ માનવા યોગ્ય રહેશે અને દંડકીય વસુલાત અંગે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે મુજબની નોટિશ ફટકારવામાં આવતા જવાબદારો દોડતા થઈ ગયા છે.
