ટોપી પહેરવાનું ચાનક ચડાવનાર પશ્ચિમના જ લોકો છે. ખાસ કરીને બ્રિટિશરો આમ જોવા જઈએ તો વિદેશીઓની આ અનોખી સ્ટાઇલની દેન ધખધખતા તાપમાં આપણને તો આશીર્વાદ સમાન સાબિત થઇ છે. હા તે આપણા લોકોમાં એક ફેશનેબલ એસેસરીઝ સાબિત થઇ છે એ વાત જુદી છે. ટોપીની ફેશન ધૂમ મચાવી રહી છે.
અત્યાર સુધી ફેશનની દુનિયામાં માત્ર કપડાનો સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ હવે ટોપી પણ ફેશન જગતમાં ધૂમ મચાવી રહી છે. આ કારણે પહેલા ટોપીને પસંદ ન કરતા લોકો પણ હવે તેને પસંદ કરવા લાગ્યા છે.
ટર્બન ટોપી જોવામાં જેટલી અલગ છે તેટલી આરામદાયક અને સ્ટાઈલિશ છે. તમને ઊનમાંથી સ્વેટર બનાવતા આવડતું હોય તો આવી ટોપી પણ બનાવી શકો છો.