મહારાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ નાના પટોલે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યુ છે. આ પહેલા 4 જાન્યુ.ના રોજ તેમણે કહ્યુ કે તે ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાશે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાંં દલિતોના મુદ્દે ઉભા થયેલા વિવાદ બાદ તે કોંગ્રેસમાં જોડાયા છે. વર્ષ 2014ની લોકસભા ચુંટણીમાંં નાના પટોલે ભંડાર ગોંદિયા બેઠક પરથી વિજયી થયા હતા.
8 ડિસેમ્બરના રોજ તેમણે મોદી સરકાર પર તેમણે ખેડૂતો સાથે અન્યાયનો આરોપ લગાવ્યો હતો. તેમજ ભાજપ અને લોકસભા સાંસદના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું.