રાજકોટમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે ચિક્કીના વેપારીઓ ઉપર દરોડા પાડ્યા હતા. તેમજ 476 કિલો અખાદ્ય તેમજ પડતર ચિક્કીના જથ્થાનો નાશ કરાયો છે. આરોગ્ય વિભાગે પાંચ નામાંકિંત ચિકીના વેપારીઓને પ્રોડક્શન સમયે રાખવામાં આવેલી ક્ષતિને લઇને નોટીસ ફટકારી છે. આ તમામ જગ્યાએ યોગ્ય વાસણના બદલે સીધા જ જમીન ઉપર વસ્તુ બનાવવામાં આવતી હતી. તો સાથે જ ચાર નામાંકિત બ્રાન્ડના નમુનાા પણ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્રારા ઉત્તરાયણના પર્વમાં ખૂબ જ વેંચાતા ચિક્કીના વેપારીઓને ટાર્ગેટ બનાવીને જાહેર આરોગ્યની જાળવણી માટે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને લોકોમાંથી આવકાર મળી રહ્યો છે.