બોલિવૂડમાં સુપરહીરો તરીકે ઓળખ ધરાવતા રિતીક રોશનનો આજે જન્મદિવસ છે. રિતીક રોશનને તેના 44માં જન્મદિવસની શુભેચ્છા તેની પૂર્વ પત્ની સુઝેને ખાસ રીતે પાછવી છે. સુઝેને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની અને રિતીક રોશનની એક તસવીર શેર કરી અને તેના કેપ્શનમાં પ્રેમભર્યા શબ્દોથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સુઝેનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. ઉલ્લેખનીય છે કે રિતીક રોશન અને સુઝેને એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો અને 14 વર્ષના લગ્નજીવન બાદ તેમણે વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા.
રિતીક રોશનને બોલિવૂડમાંં એન્ટ્રી કહોના પ્યાર હૈ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી અને રિતીક રોશનના ચાહકોની સંખ્યામાં રાતોરાત વધારો થઇ ગયો હતો. વર્ષ 2000માં પહેલી સુપરહીટ ફિલ્મ આપ્યા બાદ તુરંત જ તેણે તેની નાનપણની મિત્ર અને ફર્સ્ટ લવ એવી સુઝેન ખાન સાથે લગ્ન કરી લીધા હતા. સુઝેન અને રિતીક રોશનના બે બાળકો પણ છે.
બંનેના લગ્નનો અંત વર્ષ 2014માં આવ્યો. આ લગ્નવિચ્છેદનું કારણ બંને વચ્ચેના મતભેદ હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું. રિતીક રોશનના અફેરનાં કારણે સુઝેનએ ડીવોર્સ લેવાનું નક્કી કર્યુ હતુ. થોડા સમય બાદ રિતીક રોશન અને સુઝેન ખાન એકબીજા સાથે ફરતાં જોવા મળવા લાગ્યા.
જે સ્થિતી વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. બંને અનેકવાર પરિવાર સાથે વેકેશન માણતાં અને તહેવારોની ઉજવણી કરતાં જોવા મળ્યા છે.