વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પક્ષોએ કમરકસી છે. તે વચ્ચે ભાજપના ગુજરાતમાં વધુ મજબૂત કરવા થોડાક દિવસ આગાઉ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તમામ મંત્રીઓ,નેતાઓ,અને હોદ્દેદારોને સરકારી યોજનાનો લાભ મળી છેવાડાના માનવીને મળી રહે તે માટે આહવાન કર્યુ હતુ. તો કેટલાક જગ્યાએ વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની સ્થિતિ ઉદભવી છે.પોતાના વિકાસથી વંચિત વિસ્તારોમાં સત્તાપક્ષના નેતાએ સરકાર સામે બળાપો ઠાલવાયો છે.
ખેરાલુના ભાજપના સાંસદ ભરતસિહ ડાભીએ સરકાર સામે સણસણતા આરોપ મૂક્યા છે. સરકારની યોજનાઓનું અમલ થતું નથી પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી વિકરાળ બની છે.પાણીના મુદ્દાને લઇ ધારાસભ્યને અનેક રજૂઆત કરી છે. છતા અવગણના કરવામાં આવે છે તેવો પણ આરોપ મૂક્યા હતા .
તેમણે વધુ જણાવ્યુ હતુ કે મારા સંસદીય વિસ્તારમાં યોજનઓનું અમલ કરાવામાં કોઇને રસ નથી. થોડાક દિવસ આગાઉ વધુ એક ભાજપના ધારાસભ્યએ સરકાર સામે બાયો ચડાવી હતી. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી રહે તેવી રજૂઆત કરી હતી.