વડાપ્રધાન ઓફિસે થી ઘડાયેલા કાવતરામાં મને જેલ મોકલાયો.
આગામી 1લિ તારીખથી ગુજરાત બંધનું એલાન કરીશુ.
માય ચેલેન્જ ટુ યુ મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર.
હાલના સમયમાં ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાવા ભર્યું છે, વડાપ્રધાન મોદી પર કરેલા ટ્વીટ મામલે ગત દિવસોમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ ધરપકડ કરી હતી, જે બાદ મામલો વધુને વધુ બગડતો જાય છે તેવું લાગી રહ્યું છે.
આસામ પોલીસ દ્વારા થએલી ધરપકડ બાદ તેઓ આજે પહેલીવાર જાહેરમાં આવલાં, ગુજરાત કોંગ્રેસ કચેરી ખાતે આજે જીજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમના વડાપ્રધાન મોદી પર ખૂબ આકરા પ્રહારો કર્યાં.
ભાજપ અને વડાપ્રધાન મોદી પર ત્યાં સુધી આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમની ધરપકડ વડાપ્રધાન કાર્યાલયના કાવતરાથી કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં એક નહિ પણ કુલ 22 પરીક્ષાઓના પેપરો ફૂટ્યા છે, મુન્દ્રા પોર્ટ પરથી લગભગ બે લાખ જેટલું ડ્રગ જડપાયું છે, આ તમામ બનાવોમાં ભાજપ સરકારે અત્યાર સુધી એક પણ મોટી કાર્યવાહી કરી નથી, નથી કોઈ ભરતી પરીક્ષાના પેપરમાં સંડોવાયેલા લોકોને પકડવામાં આવ્યા છે કે ના તો મુન્દ્રા પોર્ટના સંચાલકોને પકડવામાં આવ્યા છે, જ્યારે એક નાના ટ્વીટથી ગુજરાતના ધારાસભ્યની રાતોરાત ધરકપડ કરવામાં આવી, આ ગુજરાતની અસ્મિતા ઉપર ઘા હતો.
તેમણે કરેલા ટ્વીટ અંગે જણાવ્યું કે, તેમણે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં શાંતિ સ્થપાય તેવી અપીલ કરવા માટે કહેલું.
વધુમાં દલીલ કરતા જણાવ્યું કે દેશમાં ધર્મસંસદના નામે જે ભાષણોમાં આદેશ આપે છે તે સામે કોઈ કાર્યવાહીઓ થતી નથી, માટે આ માટે કાવતરું છે, જે મારી અને મારી સાથે જોડાયેલા તમામ લોકો સામે ઘડવામાં આવ્યું.
જીજ્ઞેશ મેવાણી કહે છે કે, પાટીદાર આંદોલન વખતે થયેલા કેસો પાછા ખેંચવામાં આવ્યાં છે તો વડગામમાં ઉન્નાવ આંદોલન વખતે થયેલ મુસ્લિમો પર જે કેસો કરવામાં આવેલા તે પણ પાછા ખેંચવામાં આવે.
અંતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર સામે પડકાર કરીને કહ્યું કે, જો આ બધી માગણીઓ નઈ સ્વીકારાય તો આવતા મહિનાની પેલી તારીખથી અમે ગુજરાત બંધનું એલાન કરીશું.
સમજી લો, ફ્લાવર નહિ, ફાયર હું મેં… જુકેગા નહીં… માય ચેલેન્જ તો યુ મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર. – જીજ્ઞેશ મેવાણી