ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તમામ પક્ષના એક બાદ એક મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.જેને લઇ ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે તેવી અટકળો તેજ બની છે.ભાજપ કોંગ્રેસ બાદ હવે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં નસીબ અજમાવવા જઇ રહી છે.ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી એકશનમોડમાં જોવા મળી રહી છે.હાલ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત છે જેં તેમની ખૂબ જ સચૂક મનાવામાં આવી રહી છે.
આજે ગુજરાત સ્થાપના દિવસે હું ગરવી ગુજરાતને શત શત પ્રણામ કરું છું. દેશ અને દુનિયાના વિકાસ માટે અમુલ્ય યોગદાન આપનાર સૌ મહાપુરુષોને વંદન કરું છું.
આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા અને ગુજરાતને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ લઈએ.
જય જય ગરવી ગુજરાત.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 1, 2022
અરવિંદ કેજરીવાલની એક મહિનાની અંદર તેમની બીજી ગુજરાત મુલાકાત છે . અને આગામી દિવસોમાં વધુ આટાફેરા વધે તવી શક્યતા છે આજે ગુજરાતના સ્થાપના દિવસને લઇ તેમણે ગુજરાતીઓને ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી હતી જેમા તેમણે હું ગુજરાતને પ્રણામ કરું છું દેશ અને દુનિયામાં વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌ મહાપુરુષોને વંદન કરુ છું.
લોકોને એક આહવાન કરતા જણાવ્યુ કે આવા આપણે સૌ મળીને ગુજરાતના ભ્રષ્ટ્રાચાર મુક્ત બનાવવા અને ગુજરાતને નવી ઉંચાઇ પહોંચાડવા સંક્લ્પ બદ્ગ બનીએ જો કે નવાઇની વાત એ છે કે અરવિંદ કેજરીવાલે આ ટ્વીટ ગુજરાતીમાં કર્યુ હતુ તો ફરીવાર ગુજરાતીઓને રિઝવવા કેજરીવાલ દ્ઘારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.