લગ્ન થતાંં જ યુવતીના નામ પાછળ પતિનું નામ અને અટક લાગે છે. સદીઓથી આમ જ થતુ આવ્યુ છે. પરંતુ આજે કેટલીક આધુનિકાઓ આ પ્રથાનો વિરોધ કરે છે. તેઓ એવી દલીલ કરે છે કે જન્મ સાથે જે અટક તેમની સાથે જોડાઇ ગઇ છે તે તેમની ઓળખ બની ગઇ છે. એટલે તે તેમાં ફેરફાર નહિ કરે. વળી હિંદુ લગ્ન ધારા, 1955માંં કે લગ્ન સંબંધિત અન્ય કોઇ પણ કાયદામાંં યુવતીએ લગ્ન બાદ અટક બદલવી જોઇએ એવો ઉલ્લેખ નથી. આથી જ લગ્ન બાદ પિતાની અટક રાખવી કે પતિની તે બાબતનો નિર્ણય યુવતએ કરવાનો હોય છે.
લગ્ન બાદ યુવતી નામ કે અટક કે બન્ને બદલવા ઇચ્છે તો તે કરવાના અનેક રસ્તા છે.
1) જોઇન્ટ નોટરાઇઝડ એફિડેવિડઃ- લગ્ન બાદ થતાં નામમાં બદલાવના પુરાવા તરીકે રિજનલ પાસપોર્ટ ઓફિસો, ઇન્કમટેક્સ ઓફિસ, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ સહિત અન્ય સરકારી વિભાગો અને સરકારી બેંક જોઇન્ટ નોટરાઇઝડ એફિડેવિટને માન્ય રાખે છે. આમાંં નોનો-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નામમાંં બદલાવ કર્યાનું સોગંદનામુ પતિ-પત્ની બન્ને લખે છે.
મેજીસ્ટ્રેટ અથવા નોટરી દ્રારા અટેસ્ટેટ આ સોગંદનામાને નામ બદલવાની અરજી સાથે જોડવામાં આવે છે. અને આની સાથે મેરેજ સર્ટિફિકેટ પણ જોડવાનુંં હોય છે. જો કોઇ કારણસર પતિ-પત્ની સાથે મળીને જોઇન્ટ એફિડેવિટ ન આપી શકે તો પત્ની એકલી પણ નામ બદલવાની અરજી સાથે સોગંદનામુ જોડી શકે છે.
જોકે આની સાથે પત્નીએ લગ્નપત્રિકા, લગ્નની તસવીરો તથા શા માટે જોઇન્ટ એફિડેવિટ ન રજૂ કરી શક્યા તેના કારણો જણાવતો પત્ર પણ જોડવો પડે છે. દંપતીની તસવીર ધરાવતાં સોગંદનામામમાંં યુવતીની પિતાના ઘરની અટક કે નામ, નવું નામ કે અટક તથા લગ્નની તારીખની વિગતો હોવી જરૂરી છે.
2) સરકારી ગેઝેટમાંં નામ બદલ્યાની જાહેરાતઃ- નામમાંં જે સૂચિત ફેરફાર કરવાનો હોય તે અંગે દૈનિક અખબારમાં જાહેરાત આપવી. આ જાહેરાતમાં પતિનું નામ અને રહેણાંક સરનામું લખવું આ જાહેરાત છપાઇ ગયા પછી તેને પબ્લિકેશન વિભાગમાં કંટ્રોલર ઓફ પબ્લિકેશનને પાઠવવી.
ગવર્મેન્ટ પ્રેસમાં નામ બદલવા માટેનું એક ફોર્મ મળે છે. આ ફોર્મ ભરવા સાથે ઉપર જણાવ્યા પ્રમાણેનું સોગંદનામું પણ જોડવું. આ ફોર્મ પર બે સાક્ષીઓના સહી જોઇએ. ફોર્મમાં પત્નીએ લગ્ન અગાઉના અને હવે તે ક્યું નામ રાખવા માગે છે તેની વિસ્તૃત માહિતી ભરવી. ગવર્મેન્ટ ગેઝેટમાંં તેનું બદલાયેલું નામ અને કઇ તારીખથી બદલાયું તે છાપવામાં આવે છે. ગેઝેટની એક કોપી તેના ઘરે મોકલવામાં આવે છે.