કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ થોડાક દિવસ આગાઉ ભાજપ જોડાયા તેવી અટકળો તેજ બની હતી. જો કે હાર્દિક પટેલે ટ્વીટ કરી ફરી એકવખત હાઇકમાન્ડ ઘ્યના દોર્યું હતુ કે હું કોંગ્રેસમાં રહી શકું તે માટે મને આશા છે કે હાઇકમાન્ડ રસ્તા કાઢશે મને વ્યકિતગત નહી પરંતું સ્ટેટ લિડરશીપ સામે વાંધો છે.તે કહેતા ગુજરાત કોંગ્રેસ ખળભળાટ મચી ગયુ હતુ હાર્દિક પટેલની નારાજગી ખાળવા કોંગ્રેસ નેતાઓ મેદાને પડ્યા છે.
આજે વ હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિના અવસરે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુશર્મા ,પ્રદેશ પ્રભારી ડૉ રઘુશર્મા,નૌશાદ સોલંકી,સિદ્ગાર્થ પટેલ કાળુ ભરવાડ,સહિતના નેતાઓ હાર્દિક પટેલના ઘરે વિરામગામ પહોંચ્યા હતા જ્યા સંગઠન પ્રદેશ પ્રભારી રઘુશર્માએ હાર્દિક પટેલની નારાજગી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની છે.હાર્દિક પટેલથી પક્ષ સંતુષ્ટ છે મને વિશ્વાસ છે કે હાર્દિક 2022ની ચૂંટણી કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં રહીને લડશે.તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે હાર્દિકની નારાજગીમાં કોઇ તથ્ય નથી.
તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી સહિત કેટલાક નેતાઓ કાર્યક્રમ હાજરી આપશે તેવી અટકળો પણ વહેતી થઇ હતી જો કે ખોટી ઠરી હતી ભાજપના મોટા નેતાઓ આ અવસરે ગેરહાજર રહ્યા હતા.